Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : NRI પુત્રની વાટ જોયા વગર પિતાની અંતિમ ક્રિયા કરાતા નારાજગી

VADODARA : અરજી સંબંધે યોદ્ધેનું નિવેદન લેવામાં આવ્યું છે. તેનું કહેવું છે કે, તેણે પોલીસ કમિશનર કચેરીમાં ઇમેલ કર્યો હતો - તપાસ અધિકારી
vadodara   nri પુત્રની વાટ જોયા વગર પિતાની અંતિમ ક્રિયા કરાતા નારાજગી
Advertisement
  • ભાજપના પૂર્વ નેતાના નિધન બાદ NRI પુત્રની હાજરી વગર અંતિમ ક્રિયા કરાઇ
  • કેનેડાથી પરત આવેલા પુત્રએ પોલીસ મથકમાં અરજી કરી
  • મૃતકે કોઇની રાહ જોયા વગર અંતિમ ક્રિયા કરી નાંખવાનું અગાઉ પરિજનોને જણાવ્યું હોવાનું સપાટી પર આવ્યું

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સતીષ પટેલ (BJP LEADER SATISH PATEL) ઉર્ફે સતીષ ખેરવાડીનું નિધન થયું હતું. તેમને પુત્ર યોદ્ધે વર્ષોથી કેનેડામાં રહે છે. પિતાના મૃત્યુ બાદ એનઆરઆઇ પુત્ર (NRI SON) ની વાટ જોયા વગર પરિજનો દ્વારા તેમને અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો હતો. જેને પગલે પુત્રએ હરણી પોલીસ મથક (HARNI POLICE STATION) માં અરજી કરી હતી. જે મામલે તેનું નિવેદન લેવામાં આવ્યું છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, મૃતક તેમના ભાઇ તેની પત્ની અને તેમણે લીધેલી દત્તક પુત્રી જોડે રહેતા હતા. તેમણે જીવતે જીવ કહ્યું હતું કે, હું મરી જાઉં તો કોઇની રાહ ના જોતા, અંતિમ વિધિ કરી નાંખજો.

તે જ દિવસે અંતિમ ક્રિયા કરી નાંખવામાં આવી

શહેરના હરણી રોડ પર આવેલા ડુપ્લેક્ષમાં વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સતીષ પટેલ ઉર્ફે સતીષ ખેરવાડી તેમના ભાઇ, તેની પત્ની અને દત્તક લીધેલી પુત્રી જોડે રહેતા હતા. અંતિમ સમયમાં તેઓ તેમની સેવાચાકરી કરતા હતા. સતીષ ખેરવાડીનો પુત્ર યોદ્ધે વર્ષોથી કેનેડામાં રહે છે. 2, જુનના રોજ સતીષ ખેરવાડીનું અવાસન થયું હતું. તે જ દિવસે તેમની અંતિમ ક્રિયા કરી નાંખવામાં આવી હતી. અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ તેમને પુત્ર યોદ્ધે વડોદરા આવી પહોંચ્યો હતો. તેની રાહ જોયા વગર અંતિમ ક્રિયા કરી નાંખતા તેણે આ મામલે નારાજગી વ્યક્ત કરતી હરણી પોલીસ મથકમાં અરજી કરી હતી.

Advertisement

પોલીસ કમિશનર કચેરીમાં ઇમેલ કર્યો

આ અરજીની તપાસ એરોડ્રામ ચોકીના પીએસઆઇ ચલાવી રહ્યા છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, અરજી સંબંધે યોદ્ધેનું નિવેદન લેવામાં આવ્યું છે. તેનું કહેવું છે કે, તેણે પોલીસ કમિશનર કચેરીમાં ઇમેલ કર્યો હતો. જેમાં તે ના આવે ત્યાં સુધી પિતાની અંતિમ વિધિ નહીં કરવા જણાવ્યું હતું. પરંતુ અંતિમ વિધિ કરી નાંખવામાં આવી છે. અરજી બાદ શુક્રવારે પરિજનો વચ્ચે મિટિંગ મળનાર છે, આ મામલે ઉચ્ચ અધિકારીઓના દિશાનિર્દેશ અનુસાર વધુ કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : વેકેશનના અંતિમ દિવસોમાં માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં વિજળી ગુલ

Tags :
Advertisement

.

×