VADODARA : પાણી ભરાવવા મુદ્દે ભાજપના કાર્યકરની વિપક્ષના નેતાને રજુઆત
VADODARA : અમે પક્ષનો પ્રચાર કરીએ છીએ. લોકો સીધા ચૂંટાયેલા પ્રતિનિધીઓને રજુઆત કરવાની જગ્યાએ અમારી પાસે આવે છે - રશ્મિકા પટેલ
Advertisement
- વડોદરામાં અચરજ પમાડે તેવો કિસ્સો સામે આવ્યો
- ભાજપના મહિલા કાર્યકરે સ્થાનિકો સાથે વિપક્ષના નેતાને રજુઆત કરી
- પોતાના પક્ષના નેતાઓ કામ નહીં કરતા હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું
VADODARA : વડોદરા (VADODARA) શહેરના ડભોઇ રોડ વિસ્તારમાં આવેલા ગણેશ નગરમાં પાણી ભરાઇ જવાની સમસ્યાના (WATER LOGGING ISSUE) કારણે સ્થાનિકોનો મોરચો પાલિકાની કચેરી (VMC OFFICE) એ પહોંચ્યો હતો. આ મોરચામાં ભાજપના કાર્યકર (BJP WORKER) પણ સામેલ હતા. તેમણે વિપક્ષના નેતા (OPPOSITION LEADER - VMC) ચંદ્રકાંત ભથ્થુ સમક્ષ રજુઆત કરતા પોતાની વ્યથા ઠાલવી હતી. તેમણે આરોપ મુક્યો કે, અમારા નેતાઓ કામગીરી નહીં કરતા હોવઆથી વિપક્ષી નેતાને રજુઆત કરવા આવવું પડે છે. વિપક્ષના નેતાઓ તમામને સાંભળીને આ અંગે ઘટતું કરવા બાંહેધારી આપી હતી.

