Vadodara: વડોદરામાં ધુળેટીના પર્વે નદીમાં ડૂબેલા 3 યુવકોના મૃતદેહ મળ્યા, એક જ ફળિયાના ત્રણેય મિત્રોના મોતથી માતમ
વડોદરા (Vadodara) જિલ્લાના ડભોઈ તાલુકામાં ધુળેટીના (Dhuleti) પર્વ પર એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. નર્મદા નદીમાં (Narmada River) ન્હાવા પડેલા ત્રણ આશાસ્પદ યુવાનોના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે, જેના કારણે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Advertisement
- Vadodara: નર્મદામાં કરુણ ઘટના! 3 મિત્રો ડૂબતા મોત
- ધૂળેટી બની માતમ! નર્મદામાં 3 યુવકોના મોત
- નહાવા ગયા અને પરત ન આવ્યા! 3 મિત્રોના મોત
Vadodara: વડોદરાના ડભોઈ (Dabhoi) તાલુકાના કાયાવરોહન (Kayavarohan) ગામના મિત્રો માટે ધુળેટીનો આનંદ માતમમાં (Mourning) ફેરવાઈ ગયો છે. સીસોદરા (Sisodra) પાસે નર્મદા નદીમાં ન્હાવા ગયેલા ત્રણ યુવકોના ડૂબી જવાથી મોત થયા છે.

