Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બોગસ બર્થ સર્ટીફીકેટ મળી આવતા પાલિકા અને પોલીસ તંત્ર દોડ્યું

VADODARA : આ સર્ટીફીકેટમાં નીચે કરેલી અધિકારીની સહી અને સાથે જ મુકવામાં આવેલો ક્યૂઆર કોડ બંને ખોટા જણાઇ આવ્યા છે. - આસિ. મ્યુનિ. કમિ.
vadodara   બોગસ બર્થ સર્ટીફીકેટ મળી આવતા પાલિકા અને પોલીસ તંત્ર દોડ્યું
Advertisement
  • વડોદરામાં બોગસ સર્ટીફીકેટ મળી આવવાનો સિલસિલો જારી
  • વધુ એક વખત બોગસ બર્થ સર્ટીફીકેટ મળી આવતા મામલો પોલીસને સોંપાયો
  • આ અગાઉ પણ પાલિકાનું બોગસ સર્ટીફીકેટ બનાવવામાં આવ્યું હતું
  • સાયબર કાફેમાંથી રૂ. 500 આપીને બનાવડાવ્યું હોવાનું શકમંદે મીડિયાને જણાવ્યું

VADODARA : વડોદરા (VADODARA) માં બોગસ સર્ટીફીકેટ (BOGUS CERTIFICATE) મળી આવવાનો સિલસિલો જારી છે. આજરોજ પાલિકા (VMC - VADODARA) ના આસિ. મ્યુનિ. કમિ દ્વારા તપાસણી દરમિયાન બોગસ બર્થ સર્ટીફીકેટ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી છે. બર્થ સર્ટીફીકેટ બનાવનાર પરિવારના મોભીએ આ અલવાનાકા પાસેના સાયબર કાફેમાં બનાવડાવ્યું હોવાનું જણાવ્યું છે. આ અગાઉ પણ બોગસ સર્ટીફીકેટ મળી આવ્યાના કિસ્સાઓ સપાટી પર આવ્યા છે. પાલિકાના અધિકારીનું કહેવું છે કે, ઘટનાઓ સામે આવતા અમે વેરીફીકેશન સ્ટ્રોંગ કરી દીધું છે. આ ઘટના સામે આવતા તુરંત પોલીસને જાણ કરવામાં આવી છે. આ ઘટના વોર્ડ નં - 19 માં સામે આવી છે.

વિભાગના એચઓડી દ્વારા વેરીફાય કરાય છે

પાલિકાની આસિ. મ્યુનિ કમિ. (સાઉથ) સમીક જોષીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, અમારે ત્યાં કોઇ પણ ડોક્યૂમેન્ટનું વેરીફીકેશન કરવા માટેની સિસ્ટમ નક્કી કરવામાં આવી છે. કોઇ પણ ડોક્યૂમેન્ટ રજુ કરવામાં આવે તેને વોટ્સએપ ગ્રુપમાં મુકવામાં આવે છે. બાદમાં જે તે વિભાગના એસઓડીને મોકલવામાં આવે છે. ત્યાર બાદ તેમના દ્વારા વેરીફાય કરીને માહિતી આપવામાં આવે છે. આ કોઇ રેડીમેડ ફોરમેટમાં બનાવવામાં આવ્યું છે. નામ ફેર કરાવવા માટેની પ્રક્રિયા અંતર્ગત આ ડોક્યૂમેન્ટ અમારા સુધી આવ્યું હતું. ગુજરાતીથી અન્ય કોઇ ભાષામાં ડોક્યૂમેન્ટ બનાવવામાં કોઇ ભાષાકિય ભૂલ ના થાય તે માટે આ કરવામાં આવે છે.

Advertisement

પોલીસ અધિકારીઓને સાથે રાખીને સાયબર કાફે પર રેડ કરવી પડશે

વધુમાં જણાવ્યું કે, બોગસ સર્ટીફીકેટ પકડી પાડવા માટે અમારી પાસે ત્રિ સ્તરીય ચકાસણીની વ્યવસ્થા છે. આ પ્રમાણ પત્ર વોટ્સએપ મારફતે અમારા આંતરિક વોટ્સએપ ગ્રુપમાં આવ્યું હતું. જે પાલિકાના ફોરમેટ પ્રમાણેનું નહીં હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ આવ્યું હતું. બાદમાં તેની તપાસ કરતા તે બોગસ હોવાનું મળી આવ્યું હતું. આ સર્ટીફીકેટમાં નીચે કરેલી અધિકારીની સહી અને સાથે જ મુકવામાં આવેલો ક્યૂઆર કોડ બંને ખોટા જણાઇ આવ્યા છે. આ દુખદ વાત છે, હવે પોલીસ અધિકારીઓને સાથે રાખીને સાયબર કાફે પર રેડ કરવી પડશે, તેમ લાગી રહ્યું છે. અમે અમારા તરફથી સતર્ક રહીએ છીએ. પાલિકાની વોર્ડ ઓફિસમાં આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે. દરેક જગ્યાએ ખુબ જ સ્ટ્રોંગ સિસ્ટમ રાખવામાં આવી છે. આ કાર્યમાં ઓપરેટર બહેન દ્વારા તુરંત અમને જાણ કરી છે. અને હું તેમને આભાર વ્યક્ત કરું છું. પોલીસે પણ ત્વરિત કાર્યવાહી કરી છે.

Advertisement

મેં રૂ. 500 આપીને આ બનાવડાવ્યું છે

સમગ્ર ઘટનામાં શંકાના દાયરામાં આવેલા મુન્નાભાઇએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, હું મુળ બિહારનો છું. આ સર્ટીફીકેટ મેં અલવાનાકા પાસેથી સાયબરની દુકાનેથી બનાવડાવ્યું હતું. બનાવનારનું નામ મને યાદ નથી. મેં રૂ. 500 આપીને આ બનાવડાવ્યું છે. મારી દિકરીનું ધો. 10 નું પેપર હતું. તેનું અગાઉનું બર્થ સર્ટીફીકેટ ગુજરાતીમાં હતું. તો તેઓ અંગ્રેજીમાં માંગતા હતા, જેથી મેં આ બનાવડાવ્યું હતું. આ ખોટું છે, તેવું હું જાણતો હોત તો આ કામ કર્યું ન્હોત. મારૂ વડોદરાના મકરપુરાના પાર્વતીનગરમાં પણ એક ઘર આવેલું છે.

આ પણ વાંચો --- VADODARA : ખખડધજ્જ રોડ પરના ખાડામાં ઓક્સિજનનો બોટલ મુકીને વિરોધ

Tags :
Advertisement

.

×