ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : દશામાંની સાંઢણીની આંખમાંથી ઘી વહેવા મામલે ચમત્કારનો પર્દાફાશ

VADODARA : મઢમાં સેવા આપતા સિતાબા ગણપતસિંહ ગોહિલે વિજ્ઞાન જાથાની ટીમની તપાસ બાદ સ્વૈચ્છિક કબુલાતનામું આપ્યું હતું
05:59 PM Aug 02, 2025 IST | PARTH PANDYA
VADODARA : મઢમાં સેવા આપતા સિતાબા ગણપતસિંહ ગોહિલે વિજ્ઞાન જાથાની ટીમની તપાસ બાદ સ્વૈચ્છિક કબુલાતનામું આપ્યું હતું

VADODARA : હાલમાં દશામાંનું વ્રત (DASHA MAA) ચાલી રહ્યું છે. દરમિયાન વડોદરાના વાઘોડિયા (VADODARA - WAGHODIA) વિસ્તારમાં આવેલા દશામાં ના મઢમાં સાંઢણીની આંખમાંથી અવિરત ઘી વહેતું હોવાની વાત ફેલાતા વિજ્ઞાન જાથા (VIGYAN JATHA) ની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને ચમત્કારનો પર્દાફાશ કર્યો હતો. વિજ્ઞાન જાથાની ટીમે આકરા સવાલો કરતા માતાજીની સેવાપૂજા કરનારાઓ ભાંગી પડ્યા હતા. અને તેમણે પોતાની ભૂલ સ્વિકારી હતી. સાથે જ વિજ્ઞાન જાથાના અગ્રણીએ તમામ ધર્મોના લોકોને આ પ્રકારના ધતિંગથી દુર રહેવા માટેની અપીલ કરી હતી.

ઘીનું ડિંડક આજથી બંધ

દશામાંના મઢમાં સેવા આપતા સિતાબા ગણપતસિંહ ગોહિલે વિજ્ઞાન જાથાની ટીમની તપાસ બાદ સ્વૈચ્છિક કબુલાતનામું આપ્યું હતું. જેમાં તેઓ જણાવે છે કે, આ ઘીના પરચામાં અમે માનતા નથી. લોકોને પરચામાં મનાવું છું. દશ થાળી ઘી શ્રદ્ધાળુઓને બતાવવા માટે ગોઠવી રાખ્યું હતું. જે અમારી ભૂલ છે. અંતમાં તેમણે જણાવ્યું કે, ઘીનું ડિંડક આજથી બંધ કરવાની અમે જાહેરાત કરીએ છીએ.

પરિવારનું ષડયંત્ર બહાર આવ્યું

વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઇ પંડ્યાએ મીડિયા સાથેની વાતમાંં જણાવ્યું કે, વાઘોડિયા રોડ પર દશામાંની સાંઢણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ મથકના કર્મીઓ સાથે મેળવવામાં આવી છે. આ સમગ્ર મામલો બેબુનિયાદ તુત સાબિત થયું છે. તેમાં પરિવારનું ષડયંત્ર બહાર આવ્યું છે. આ એક લૂંટનુ કારસ્તાન બહાર આવ્યું છે.

વિજ્ઞાન જાથાએ 1273 મો સફળ પર્દાફાશ કર્યો

વધુમાં તેમણે જણાવ્યું કે, તેઓ છેલ્લા 35 વર્ષથી આવું ચલાવતા હતા. તેમણે કબુલાતનમું આપ્યું છે, અને માફીપત્ર પણ આપ્યું છે. તેમણે લોકોની માફી માંગી અને ષડયંત્ર પુર્વક ઘી નીકળતું હોવાનું જણાવ્યું છે. દશામાં ના વ્રત દરમિયાન આંખમાંથી ઘી નીકળવાની ઘટનાની કબુલાત આપી છે. વિજ્ઞાન જાથાએ 1273 મો સફળ પર્દાફાશ કર્યો છે. પોલીસે આ પર્દાફાશમાં મદદ કરી છે. લોકોને અપીલ કરીએ છીએ કે, લોકોએ ધતિંગબાજોથી સાવધાન રહેવું જોઇએ. આવા લેભાગુઓથી દુર રહેવા માટે વિજ્ઞાન જાથા અપીલ કરે છે.

આ પણ વાંચો ---- VADODARA : શાળામાં નિયમિત આવવા માટે પ્રેરણા આપતી 'હાજરી ચેમ્પિયન' નામની નવી પહેલ

Tags :
bogusbusteddashaGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsinjathamaaMiraclenameofopenScamtruthVadodaravigyan
Next Article