Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ગુજસીટોકનો આરોપી રિમાન્ડ પર, નાણાંનું રાજસ્થાન કનેક્શન ખુલ્યું

VADODARA : 8 વિરૂદ્ધ ગુનો નોંધાયા બાદ પોલીસે કમલેશ ડાવરની ધરપકડ કરી છે, અને કોર્ટમાંથી તેના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરાઇ છે
vadodara   ગુજસીટોકનો આરોપી રિમાન્ડ પર  નાણાંનું રાજસ્થાન કનેક્શન ખુલ્યું
Advertisement
  • કુખ્યાત બુટલેગરો વિરૂદ્ધ ફરિયાદ બાદ કાર્યવાહી તેજ
  • એકની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા
  • રિમાન્ડ દરમિયાન અનેક રાઝ ખુલવાની શક્યતાઓ

VADODARA : વડોદરા પોલીસ (VADODARA POLICE) દ્વારા 8 કુખ્યાત બુટલેગરો વિરૂદ્ધ ગુજસીટોક (GUJCTOC - VADODARA) અંતર્ગત ફરિયાદ નોંધી છે. જે બાદ કમલેશ ઉર્ફે પપ્પુ ડાવરને પકડી પાડવામાં આવ્યો છે. અને તેને કોર્ટમાં રજુ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ વચ્ચે માહિતી સામે આવી કે ગેંગ ગુનાહિત કૃત્ય કરીને ઉઘરાવેલા બિનહિસાબી નાણાં રાજસ્થાનના ઠાકુરસિંગ પાસે રાખતા હતા. પોલીસ આ મામલે રાજસ્થાન તપાસ કરવા જનાર હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. આ મામલે આગળ કયા મોટા ખુલાસા સામે આવે છે તે જોવું રહ્યું.

અલ્પુ સિધીં અને ડાવર ત્યાં ગયા હોવાની પોલીસને આશંકા

વડોદરા પોલીસે કુખ્યાત અલ્પુ સિંધી, જુબેર મેમણ, કમલેશ ડાવર સહિત 8 સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે. જે બાદ કમલેશ ડાવરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરીને તેના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ગેંગ દ્વારા ગુના આચરીને એકત્ર કરવામાં આવેલા નાણાં શામળાજીથી આગળ રાજસ્થાનની હદમાં આવતા ખેરવાડા ગામના ઠાકુર સિંગ પાસે રાખવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે. અલ્પુ સિધીં અને ડાવર ત્યાં ગયા હોવાની પોલીસને આશંકા છે. જેથી આ માહિતી વેરીફાય કરવા, દારૂની હેરાફેરી અંગેના સ્થળની તપાસ કરવા સહિતના મુદ્દાઓ પોલીસે કોર્ટ સમક્ષ મુક્યા હતા.

Advertisement

પોલીસ તંત્રએ કમર કસી

આ સાથે જ ડેડિયાપાડાની એક ધાર્મિક સંસ્થા સાથે સંકળાયેલા ઇસમ પણ તેમની મદદ કરતો હોવાનું ખુલતા તે દિશામાં પોલીસ તપાસ કરશે. રિમાન્ડ હેઠળ આરોપી પાસેથી વધુમાં વધુ વિગતો મેળવવા તેમજ અન્ય આરોપીઓને દબોચવા અથવા ટ્રાન્સફર વોરંટથી મેળવવા માટે પોલીસ તંત્રએ કમર કસી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : પાલિકાના લાંચિયા એન્જિનિયરના ઘરના બાથરૂમમાંથી મોટી રોકડ મળી આવી

Tags :
Advertisement

.

×