Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ઘર આંગણે રમતી દિકરી કારના ટાયર નીચે કચડાઇ

VADODARA : કાર ઉભી રાખવા માટેનું કહેતા તેણે કહ્યું કે, મારી પાસે બહુ રૂપિયા છે, હું જામીન પર છુટી જઇશ. આ આરોપ ફરિયાદમાં સામે આવ્યો છે
vadodara   ઘર આંગણે રમતી દિકરી કારના ટાયર નીચે કચડાઇ
Advertisement
  • વાઘોડિયાના મોરલીપુરા ગામમાં ઘણ આંગણે અકસ્માતની ઘટના
  • ફળિયાના જ કાર ચાલકે ઘટનાને અંજામ આપ્યો
  • અકસ્માત સર્જનાર કાર સ્થાનિકોના રોષનો ભોગ બની

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા વાઘોડિયા (WAGHODIA) વિસ્તારમાં આવેલા મોરાલીપુરા ગામે મોડી સાંજના સમયે પરમાર પરિવારની દિકરી ઘણ આંગણે રમી રહી હતી. તે દરમિયાન બેજવાબદાર કાર ચાલકે અકસ્માત (CAR ACCIDENT) સર્જ્યો હતો. આ ઘટનામાં દિકરી પર કારનું ટાયર ફરી વળતા તેણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. આ ઘટનામાં કાર ચાલકને રોકવા જતા તેણે મોટાઇ મારતા કહ્યું કે, મારી પાસે રૂપિયા છે, હું જામીન પર છુટી જઇશ, તેવો આરોપ પોલીસ મથકમાં કરેલી અરજીમાં કરવામાં આવ્યો છે. આખરે ઉપરોક્ત મામલે જરોદ પોલીસ (JAROD POLICE) દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

તેનું માથું છુંદાઇ ગયું

સમગ્ર મામલે પીયુષભાઇ પરમાર (રહે. પરમાર ફળિયુ, મોરલીપુરા, વાઘોડિયા) એ આપેલી ફરિયાદ અનુસાર, ગત સાંજે તેઓ ઘરે હતા. તેમના પત્ની ઘર નજીક શાકભાજી લેવા ગયા હતા. તે વખતે 2 વર્ષની દિકરી યુક્તિ ઘર આંગણે રમતી હતી. દરમિયાન અચાનક બુમાબુમ થતા તેઓ દોડ્યા હતા. અને જોયું તો ફળિયામાં રહેતા ગણપતભાઇ બચુભાઇ પરમારની કારના ટાયર નીચે દિકરી આવી ગઇ હતી. તેનું માથું છુંદાઇ ગયું હતું.

Advertisement

હું જામીન પર છુટી જઇશ

આ બાદ સ્થાનિકોએ કાર નીચેથી દિકરીને બહાર કાઢી હતી. આ કાર તેમના જ ગામનો ગણપતભાઇ બચુભાઇ પરમાર ચલાવ હતો. તેને કાર ઉભી રાખવા માટેનું કહેતા તેણે કહ્યું કે, મારી પાસે બહુ રૂપિયા છે, હું જામીન પર છુટી જઇશ. આ આરોપ પોલીસ મથકમાં આપેલી લેખિત ફરિયાદમાં કરવામાં આવ્યો છે. બાદમાં આરોપી કાર મુકીને નાસી ગયો હતો. તે બાદ મૃૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં કાર પર સ્થાનિકોને રોષ નિકળ્યો હતો. અને કારની તોડફોડ કરવામાં આવી હતી. આખરે બેફામ કાર હાંકનાર ગણપતભાઇ બચુભાઇ પરમાર વિરૂદ્ધ જરોદ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી છે. તે બાદ પોલીસે આરોપીને દબોચવાના ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : ખોડિયાર નગરમાં માટી ભરેલી ટ્રક ખાડામાં પડતા પલટી ગઇ

Tags :
Advertisement

.

×