Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મજુરીમાં મુક્ત કરાયેલુ ગરીબ પરિવારનું બાળક ફ્લાઇટમાં વતન પહોંચ્યું

VADODARA : મેઘાલય ટીમ વડોદરા ગુજરાત સુધી આવી અને પરત બાળકને એસ્કોર્ટ સાથે વિમાન મારફતે પરત પોતાના વતનમાં લઇ ગયા હતા
vadodara   મજુરીમાં મુક્ત કરાયેલુ ગરીબ પરિવારનું બાળક ફ્લાઇટમાં વતન પહોંચ્યું
Advertisement
  • વડોદરા બાળ કલ્યાણ સમિતિની સરાહની કામગીરી
  • રેડમાં મુક્ત કરાવાયેલા બાળ શ્રમિકને તેના વતન મોકલવા સ્થાનિક સરકાર જોડે સંકલન સાધ્યું
  • અતિ ગરીબ પરિવારનું સંતાન ફ્લાઇટ મારફતે વતન પહોંચ્યું

VADODARA : આશરે એક માસ પહેલા મેઘાલય (MEGHALAYA) રાજયનું (વેસ્ટ ગોરો હિલ્સ, તૂરા) બાળક બાળ મજૂરી રેડ (CHILD LABOR RAID) માં વડોદરામાંથી (VADODARA) મુક્ત કરાવવામાં આવ્યો હતો. તે બાદ બાળ કલ્યાણ સમિતિ વડોદરાના આદેશથી કાળજી અને રક્ષણની જરૂરિયાત હેતુસર તેને બાળ સંભાળ ગૃહ બાળ ગોકુલમ ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. બાળક મૂળ મેઘાલય રાજયનું વતની હોવાથી તેના વિશેષ કાઉન્સેલીગ માટે દુભાશિયાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી બાળકને યોગ્ય રીતે સમજી શકાય. તમામ માહિતી મેળવ્યા બાદ બાળકના વાલીને સંપર્ક કર્યો, જેમાં જાણ થઇ કે તેના વાલીની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય જેથી બાળકને લેવા વડોદરા ગુજરાત સુધી આવી શકે તેમ નથી.

મેઘાલયથી એસ્કોર્ટની વ્યવસ્થા કરી

જેથી જિલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરાના સુરક્ષા અધિકારી રિતેશ ગુપ્તા અને બાળ ગોકુલમ સંસ્થાના અધિકક્ષક ધ્રુમિલ જે. દોશી દ્વારા વિષેશ કામગીરી અને યોગ્ય સંકલન કરવામાં આવ્યું હતું. બાળ કલ્યાણ સમિતિ વડોદરા અને બાળ કલ્યાણ સમિતિ મેઘાલય ( વેસ્ટ ગોરો હિલ્સ, તૂરા)ની મંજુરીથી બાળકને લેવા માટે મેઘાલયથી એસ્કોર્ટની વ્યવસ્થા કરી હતી. જેમાં મેઘાલય ટીમ વડોદરા ગુજરાત સુધી આવી અને પરત બાળકને એસ્કોર્ટ સાથે વિમાન મારફતે બાળ કલ્યાણ સમિતિની મંજૂરથી મેઘાલય પરત પોતાના વતનમાં લઇ ગયા હતા.

Advertisement

યોગ્ય અને અદભુત સંકલન કરવામાં આવ્યું

આ સમગ્ર પ્રકિયામાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મહેશ પટેલ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમિત વસાવાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. બાળકની પુન:સ્થાપનની કામગીરી દરમ્યાન સમિતીના ચેરમેન શંકરલાલ ત્રિવેદી, સર્વેસભ્યો ભારતીબેન બારોટ, મણિલાલ વાછાણી, ઘનશ્યામભાઈ સોલંકી, તથા શૈલેશસિંહ પરમાર હાજર રહ્યા હતા, અને કામગીરીમાં ખૂબ મદદરૂપ થયા હતા. બાળકના શ્રેષ્ઠ હિતને ધ્યાને રાખીને બે રાજ્ય વચ્ચે થયેલ યોગ્ય અને અદભુત સંકલન કરવામાં આવ્યું, જે આવનાર દિવસોમાં બાળકો માટે થનારી કોઈપણ કામગીરી માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : NRI પુત્રની વાટ જોયા વગર પિતાની અંતિમ ક્રિયા કરાતા નારાજગી

Tags :
Advertisement

.

×