Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara :ક્રિસમસના મેળામાં હેલિકોપ્ટર રાઈડનો દરવાજો ખુલી જતા બાળકો ફંગોળાયા

વડોદરાના મેળામાં મોટી દુર્ઘટના ટળી માંજલપુરમાં શરૂ થયેલ આનંદ મેળામાં મોટી દુર્ઘટના ટળી  રાઈડમાં ચાલુમાં દરવાજો ખુલતા અફરા તફરી સર્જાઈ Vadodara:વડોદરા(Vadodara)માં લાલબાગ બ્રિજ નજીક ક્રિસમસના મેળામાં હેલિકોપ્ટર રાઈડ(Ride)નો દરવાજો ચાલું રાઈડે ખુલી ગયો હતો, જેના કારણે રાઈડમાં બેસેલા બાળકો...
vadodara  ક્રિસમસના મેળામાં હેલિકોપ્ટર રાઈડનો દરવાજો ખુલી જતા બાળકો ફંગોળાયા
Advertisement
  • વડોદરાના મેળામાં મોટી દુર્ઘટના ટળી
  • માંજલપુરમાં શરૂ થયેલ આનંદ મેળામાં મોટી દુર્ઘટના ટળી
  •  રાઈડમાં ચાલુમાં દરવાજો ખુલતા અફરા તફરી સર્જાઈ

Vadodara:વડોદરા(Vadodara)માં લાલબાગ બ્રિજ નજીક ક્રિસમસના મેળામાં હેલિકોપ્ટર રાઈડ(Ride)નો દરવાજો ચાલું રાઈડે ખુલી ગયો હતો, જેના કારણે રાઈડમાં બેસેલા બાળકો ફંગોળાયા હોવાની માહિતી મળી રહી છે. રાત્રીના સમયે બાળકો રાઈડની મજા લેતા હતા એ દરમિયાન બાળકોની રાઇડના દરવાજા ખુલતા અફરાતફરી મચી ગઈ હતી. સેફટીના અભાવે રાઈડમાં દરવાજા ખુલી ગયા હોવાની વાતો વહેતી થઇ છે. ઘટના બાદ રાઈડ સંચાલક સ્થળ પરથી પલાયન થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

તાત્કાલિક આનંદ મેળો બંધ કરાવાયો

આ ઘટનાને પગલે દોડધામ મચી છે. સંચાલક દ્વારા તાત્કાલિક રાઈડ બંધ કરી દેવાઈ હતી. હાલ, આ ઘટનાના પગલે વાલીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ તંત્ર પણ દોડતું થયું છે. તંત્ર દ્વારા તાત્કાલિક આનંદ મેળો બંધ કરાવાયો છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -VADODARA : નવા નાણાકીય વર્ષમાં વડોદરાથી દુબઇની ફ્લાઇટ શરૂ થવાના એંધાણ

પોલીસના ઉચ્ચ અધિકારીઓ  સ્થળે દોડી આવ્યા

પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આ અંગે વાત કરતા કહ્યું છે કે, હેલિકોપ્ટર રાઈડના લોક ખુલી જતા 2 થી 3 દરવાજા ખુલી ગયા હતા. રાઈડ ઓપરેટર સામે કાર્યવાહી કરાશે. સંચાલકની બેદરકારી સામે આવી છે. હાલ મેળો બંધ કરાવાયો છે. હવે લાયસન્સની ચકાસણી બાદ જ રાઈડ શરૂ થશે.

આ પણ  વાંચો -VADODARA : ફેટલ અકસ્માતમાં આરોપીઓના સૌથી વધુ લાયસન્સ સસ્પેન્ડ કરતી RTO

હવે મોટી દુર્ઘટના બાદ પણ તંત્રની આંખો ખુલી નથી

જણાવી દઈએ કે, 18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરા શહેરમાં આવેલા હરણી તળાવમાં પિકનિક પર આવેલા ન્યૂ સનરાઇઝ શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકોની એક બોટ પલટી ગઈ હતી. જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના ડૂબાવાથી મૃત્યુ થયા હતા. આ દુર્ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા હતા. ત્યારે હવે મોટી દુર્ઘટના બાદ પણ તંત્રની આંખો ખુલી નથી. કોઈપણ ચકાસણી વગર મેળા અને રાઈડને મંજૂરી આપી દેવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે.

Tags :
Advertisement

.

×