Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પાદરામાં રૂ. 95.49 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ

VADODARA : છેલ્લા એક માસ દરમિયાન આ પ્રક્રિયા અંતર્ગત પાદરા કસ્બાના ત્રણ જુદી જુદી સરકારી જમીન ઉપર થયેલા દબાણો હટાવવામાં આવ્યા છે
vadodara   પાદરામાં રૂ  95 49 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ
Advertisement
  • પાદરામાં દબાણો દુર કરવા તંત્રની મેરેથોન કાર્યવાહી જારી
  • એક પછી એક દબાણો દુર કરી મહામુલી જમીન ખુલ્લી કરાવાઇ
  • સરકારી તંત્રની કાર્યવાહીથી દબાણખોરોમાં ભારે ફફડાટની લાગણી પેંસી

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા પાદરા (PADRA) નગરમાં સરકારી જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવા ચાલી રહેલી ઝૂંબેશના પરિણામે છેલ્લા એક જ માસમાં રૂ. ૯૫.૪૫ કરોડની બહુમૂલી જમીન ખુલી (FREE GOVT LAND) કરાવવામાં આવી છે. સરકારી જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવાની ઝૂંબેશ હજુ પણ ચાલતી રહેશે.

દબાણો ઉપર બૂલડોઝર ફેરવવામાં આવ્યું

સરકારી સર્વે નંબરની જમીનો ઉપર થયેલા દબાણો દૂર કરવા માટે કલેક્ટર ડો. અનિલ ધામેલિયા અને નિવાસી અધિક કલેક્ટર શ્રી બી. એસ. પટેલ દ્વારા સૂચના આપવામાં આવી છે. તેને ધ્યાને લઇ વડોદરા ગ્રામ્ય પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ અને પાદરાના મામલતદાર એચ. જે. ગોહિલ દ્વારા આવા દબાણો ઉપર બૂલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે.

Advertisement

ત્રણ જુદી જુદી જમીનો દબાણમુક્ત

છેલ્લા એક માસ દરમિયાન આ પ્રક્રિયા અંતર્ગત પાદરા કસ્બાના ત્રણ જુદી જુદી સરકારી જમીન ઉપર થયેલા દબાણો હટાવવામાં આવ્યા છે. પાદરા કસ્બામાં આવેલા સર્વે નંબરો ૫૬૧ અને ૫૬૨, ફાઈનલ પ્લોટ નંબર ૮, ૩૯ અને ૫૭ પરથી કુલ ૩૭૯૩૫ ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. જે જમીનનું બજારમૂલ્ય અંદાજે રૂ. ૬૮.૨૮ કરોડ જેટલું થાય છે.

Advertisement

બજાર મુલ્ય પ્રમાણે કરોડો રુપિયાની કિંમત

તે જ રીતે, સર્વે નંબર ૫૬૭/૧/અ અને ફાઈનલ પ્લોટ નંબર ૫૫ ઉપરથી ૯૯૫૪ ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરવામાં આવી છે, જંત્રી મુજબ આ જમીનની કિંમત રૂ. ૧૭.૯૧ કરોડ જેટલી થવા જાય છે. આ ઉપરાંત સર્વે નંબર ૧૩૫૧ અને ફાઈનલ પ્લોટ નંબર ૫૬ ઉપરથી ૫૧૬૬ ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું છે. આ જમીનનું બજારમૂલ્ય અંદાજે રૂ. ૮.૨૯ કરોડ છે.

શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે દબાણ હટાવવામાં આવ્યું

આ રીતે તંત્ર દ્વારા કુલ ૫૩૦૫૫ ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે, જેનું કુલ બજારમૂલ્ય રૂ. ૯૫.૪૯ કરોડ જેટલું છે. પ્રશાસન દ્વારા આ કામગીરી દરમિયાન તમામ કાયદેસર પ્રક્રિયાઓ અનુસરીને શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે દબાણ હટાવવામાં આવ્યું. સ્થાનિક પોલીસ, તલાટી, જમીન માપણી વિભાગ અને અન્ય અધિકારીઓના સહકારથી આ કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો --- VADODARA : કોર્પોરેટર સહિત 20 ને લેન્ડગ્રેબિંગની નોટીસ ફટકારાતા ફફડાટ

Tags :
Advertisement

.

×