Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ચોમાસા પૂર્વે આપત્તિ સમયે પહોંચી વળવા માટે વિવિધ વિભાગોને તૈયાર કરતું તંત્ર

VADODARA : આજના આયોજનમાં વડોદરા શહેર પોલીસ, જિલ્લા કલેક્ટર અને પાલિકા ત્રણેય દ્વારા અત્યંત સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે
vadodara   ચોમાસા પૂર્વે આપત્તિ સમયે પહોંચી વળવા માટે વિવિધ વિભાગોને તૈયાર કરતું તંત્ર
Advertisement
  • વડોદરાનું તંત્ર સંભવિત પૂરની સ્થિતી સામે સજ્જ બન્યું
  • પાલિકા, પોલીસ અને કલેક્ટરેટનો સરાહનીય પ્રયાસ
  • ડિઝાસ્ટર મેનેજમેન્ટના વર્કશોપનું આયોજન કરાયું
  • તમામ સાથે મળીને આપત્તિ સમયે લોકો સુધી મદદ પહોંચાડશે

VADODARA : વડોદરા (VADODARA) સહિત દેશભરમાં ધીમા પગે ચોમાસું પ્રવેશી રહ્યું છે. વડોદરામાં ગત વર્ષે પૂર આવતા મોટા ભાગના શહેર-જિલ્લામાં લોકોએ ઘરમાં પાણી વચ્ચે દિવસો કાઢ્યા હતા. જો કે, તે બાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટ (VISHWAMITRI PROJECT) હાથ ધરવામાં આવ્યો છે. છતાંય તંત્ર દ્વારા પૂર જેવી સ્થિતીનું સર્જન થાય ત્યારે કોઇ પણ પ્રકારની કચાશ ના રહી જાય તે માટે આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટના વર્કશોપનું (DISASTER MANAGEMENT WORKSHOP) આયોજન કર્યું છે. આ વર્કશોપની ખાસીયત એ છે કે, તેમાં વડોદરા પોલીસ (VADODARA POLICE), પાલિકા (VADODARA VMC) અને કલેક્ટરેટ (VADODARA COLLECTOR) ત્રણેય વિભાગોમાંથી ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ જોડાયો છે. આ વખતે પૂરની સ્થિતી સર્જાય તો તંત્ર વધુ સારી રીતે લોકો સુધી મદદ પહોંચાડી શકે તેવો આજના આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો

આ ચોમાસામાં વડોદરામાં પૂરની પરિસ્થિતીનું સર્જન થાય તો વહીવટી તંત્ર સારી રીતે લોકો સુધી મદદ પહોંચાડી શકશે. વડોદરા શહેર પોલીસ, જિલ્લા કલેક્ટર અને પાલિકા દ્વારા અત્યંત સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. આજે ત્રણેય મહત્વના વિભાગો દ્વારા મળીને ડિઝાસ્ટર મેનેજમેન્ટના વર્કશોપનું આયોજન કર્યું છે. જે આવનાર સમયમાં શહેરવાસીઓને અનેકરીતે ઉપયોગી નિવડશે.

Advertisement

આપણી ક્ષમતા લોકો સુધી પહોંચે

વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આપદા પ્રબંધન માટે તંત્રની તૈયારી ખુબ મહત્વની છે. આ વખતે તૈયારીઓના ભાદરૂપે તમામ વિભાગો એકસાથે એકમંચ પર આવીને કામગીરી કરી રહ્યા છે. તેમની સાથે એનડીઆરએફ, એસડીઆરએફના જવાનો પણ જોડાયા છે. સામાન્ય રીતે પૂર સમયે કામગીરી કરતા સિવાયના વિભાગોને પણ જોડવામાં આવ્યા છે. તમામ વચ્ચે કેપેસીટી બિલ્ડિંગ અને સંકલન થાય તથા એક જવાબદારી નક્કી કરવામાં આવે તે માટેનું આયોજન કર્યું છે. આ વર્કશોપમાં વિવિધ સાધનોના ઉપયોગને પણ બખુબી દર્શાવવામાં આવ્યો છે. જેથી કરીને આપણી ક્ષમતા લોકો સુધી પહોંચે, અને તમામ વિભાગો આ અંગે માહિતગાર થાય તેને લઇને આજે આ આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : સાવલી અને સુરેન્દ્રનગરમાં 14 મતદારના નામો સરખા હોવાના આરોપથી ખળભળાટ

Tags :
Advertisement

.

×