VADODARA : ફોરેસ્ટ ગાર્ડનના લોકાર્પણ પ્રસંગે અવગણના થતા કોંગ્રેસના કોર્પોરેટર બરાબરના ગિન્નાયા
- વડોદરામાં ફોરેસ્ટ ગાર્ડનના લોકાર્પણ પ્રસંગે બબાલ
- કોંગી મહિલા કોર્પોરેટરને છેલ્લે ધકેલતા રોષે ભરાયા
- આ કાર્યક્રમમાં મેયર, વિધાનસભા દંડક અને ધારાસભ્ય હાજર રહ્યા હતા
VADODARA : આજે પર્યાવરણ દિને (ENVIRONMENT DAY) વડોદરા (VADODARA) ના વહીવટી વોર્ડ નં - 16 માં પાલિકા દ્વારા ફોરેસ્ટ ગાર્ડન (FOREST GARDEN) નું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. આ વોર્ડમાં બે કોર્પોરેટર ભાજપના અને બે કોર્પોરેટર કોંગ્રેસના છે. આ કાર્યક્રમ સમયે કોંગ્રેસના કોર્પોરેટર અલકાબેન પટેલને આવવામાં 15 મિનિટ જેટલું મોડું થયું હતું. કાર્યક્રમમાં તેમની વાટ નહીં જોવાતા અને કાર્યક્રમ સમયે તેમને છેલ્લે ઉભા રાખવામાં આવતા તેઓ બહાબરના રોષે ભરાયા હતા. તેમણે મીડિયને કહ્યું કે, 8 વર્ષથી આ બાગ માટે અમે કામ કરી રહ્યા છીએ. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના કોર્પોરેટરોને આગળ કરવા જોઇએ. અમને પાછળ ધકેલ્યા તે વાત ના ચલાવી લેવાય. અત્રે નોંધનીય છે કે, આ કાર્યક્રમમાં વડોદરાના મેયર પિન્કીબેન સોની, વિધાનસભાના દંડક બાળુ શુક્લ, સ્થાનિક ધારાસભ્ય મનીષાબેન વકીલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
અમે વહેલા આવીએ તો તેઓ કલાક મોડા આવે છે
કોંગ્રેસના કોર્પોરેટર અલકાબેન પટેલે મીડિયાને જણાવ્યું કે, જ્યારે અહિંયા કશું ન્હતું, ત્યારે હું અને ભથ્થુભાઇ અમે ગાર્ડન લાવ્યા, અમે સ્વખર્ચે બધુ તૈયાર કર્યું છે. આ ગાર્ડમાં ખાતમુહૂર્ત, વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યારે અમને છેલ્લે મોકલી દેવામાં આવે છે. તેઓ આજે અહિંયા વૃક્ષારોપણના દિવસે આવ્યા છે. અમે અહિંયા અઠવાડીયે-પંદર દિવસે આવતા હોઇએ છીએ. આ ગાર્ડન તૈયાર થતું હતું ત્યારે અમે નિયમિત વિઝીત લેતા હતા. છતાં આજે અમને પુછવામાં આવતું નથી. અમે આવ્યા તે પહેલા જ કાર્યક્રમ અડધો પૂર્ણ કરી દીધો હતો. આવું ના હોય, વિરોધ પક્ષની વાટ જોવાની હોય. દર વખતે તેઓ આવું કરે છે. જ્યારે વોર્ડ નં - 16 માં કાર્યક્રમ હોય ત્યારે અમે વહેલા આવીએ તો તેઓ કલાક મોડા આવે છે, અને અમે 10 મિનિટ મોડા આવીએ તો તેઓ કાર્યક્રમ ચાલુ કરી દે છે. અમને પુછવામાં નથી આવતું, વોર્ડના કોર્પોરેટરોની અવગણના કરવામાં આવી છે.
આવું ચલાવી લેવામાં નહીં આવે
મનદુખ થયું છે. અમે 8 વર્ષથી આ ગાર્ડન માટે મહેનત કરી રહ્યા છીએ. જ્યારે પહેલું વર્ષ હતું ત્યારે પાણી ભરાયું હતું, ત્યારે જેસીબી લાવીને મેં અને ભથ્થુ ભાઇએ મહેનત કરી છે. આવું ચલાવી લેવામાં નહીં આવે, ભાજપ કે કોંગ્રેસ બંને પક્ષના કોર્પોરેટરોને આગળની હરોળમાં ઉભા રાખવા જોઇએ. મને માત્ર કાર્ડ વોટ્સએપ મારફતે મોકલી આપવામાં આવ્યું હતું. હું કાર્યક્રમમાં 15 મિનિટ મોડી પહોંચી હતી. ત્યાં સુધીમાં સ્ટેજ પરનો કાર્યક્રમ પતી ગયો હતો, અને વૃક્ષારોપણ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો --- VADODARA : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ - 4 ના 570 કર્મીઓની હડતાલ