VADODARA : 'અફસોસ...લગ્નનના ઘોડા હવે તમાશાના થઇ ગયા'- કાર્યકર
- કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂંક
- વડોદરામાં પાયાના કાર્યકરે પોતાનો બળાપો સોશિયલ મીડિયામાં કાઢ્યો
- અનેક લોકો રેસના ઘોડા હતા, પરંતુ તેમને બાજુ પર કર્યા હોવાની લાગણી
VADODARA : ગતરોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ (GUJARAT CONGRESS PRESIDENT) તરીકે અમિત ચાવડા (AMIT CHAVDA - MLA) અને વિરોધ પક્ષના નેતા કરીતે ડો. તુષાર ચૌધરીની નિમણૂંક કરવામાં આવી છે. જો કે, આ નિમણૂંકથી વડોદરા (VADODARA) નો પાયાનો કાર્યકર નારાજ (CONGRESS WORKER UNHAPPY) હોવાનું ખુલીને સપાટી પર આવ્યું છે. કોંગ્રેના પાયાના કાર્યકર નાનુભાઇ પટેલે પોતાના સોશિયલ મીડિયા પર આ વાતની નારાજગી દર્શાવી છે. તેમાં તેમણે એક પોસ્ટમાં લખ્યું કે, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે દૂર કર્યા અને ગુજરાત પ્રદેશના પ્રમુખ બનાવ્યા આ તો એના જેવી વાત થઈ કે દૂધમાંથી બહાર કાઢ્યા અને માખણ મલાઈ ખાવા માટે બેસાડ્યા, કોઈ નવો ચહેરો મૂકવાની જરૂર હતી ઘસાયેલી કેસેટને દૂર કરવી જોઈતી હતી. બીજી પોસ્ટમાં લખ્યું કે, અફસોસ,,,,,,પરેશભાઈ ધાનાણી, જીગ્નેશભાઈ મેવાણી, ગેનીબેન ઠાકોર, લાલજીભાઈ દેસાઈ, યોગ્ય વિકલ્પ હતા, પરિવર્તન લાવી શકે એમ હતા, આ બધા લગ્નના ઘોડા હતા, એ હવે તમાશા ના ધોડા થઈ ગયા. અને ત્રીજી પોસ્ટમાં લખ્યું કે, હવે અમુક લોકો અમુક લોકોની ચાપલુસી અને ચમચા ગીરી કરવાની શરૂ કરી દેશે
રેસના ઘોડા તરીકે બીજા ઘણા ઉમેદવારો હતા
વડોદરા શહેર કોંગ્રેસના પાયાના કાર્યકર નાનુભાઇ પટેલે પ્રદેશ પ્રમુખની પસંદગીને લઇને નારાજગી દર્શાવી છે. તેમણે મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, ખુશ થવાનું કારણ નથી. છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી કોંગ્રેસનું સાશન નથી. અમે કોઇ પણ અપેક્ષા રાખ્યા વગર પાર્ટી માટે કામ કરી રહ્યા છીએ. અમારા પર કેસો પણ ચાલે છે. અમે પાર્ટીનું સંગઠન મજબુત થાય તેવું ઇચ્છીએ છીએ. ગઇ કાલે જાણ્યું કે, અમિતભાઇ ચાવડાને પ્રદેશ પ્રમુખ અને ડો. તુષારભાઇ ચૌધરીને વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે. ત્યારે મારે કહેવું છે કે, પહેલા અમિતભાઇ વિરોધ પક્ષના નેતા હતા. તેમાંથી તેમને હટાવીને પ્રમુખ પદ સોંપ્યું છે. રેસના ઘોડા તરીકે બીજા ઘણા ઉમેદવારો હતા.
17 ધારાસભ્યોમાંથી કોઇને પણ બનાવી શકાત
તેમણે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી કહેતા હતા કે, આપણે સંગઠન મજબુત કરીશું, રેસના ઘોડાને દોડાવીશું. આ નામોમાં જીજ્ઞેશ મેવાણી, પરેશ ધાનાણી કે પછી જેનીબેન ઠુમ્મર આવા ઘણાય નામો હતા. જેને પ્રમુખ પદ સોંપ્યું હોત, વિરોધ પક્ષના નેતા તરીકે 17 ધારાસભ્યોમાંથી કોઇને પણ બનાવી શકાત. વર્ષોથી એકના એક વિસ્તાર અને પરિવારને જાળવી રાખવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે. આગામી સમયમાં પાલિકાની ચૂંટણી આવશે, આ અગાઉ ત્રણ વર્ષ માટે અમિત ચાવડા પ્રમુખ રહ્યા હતા. તેમની આગેવાનીમાં લોકસભામાં શૂન્ય સીટો આવી હતી.
બે-ત્રણ કોર્પોરેટરો પણ ચૂંટાઇને આવે તો સારૂ છે
તેમણે અંતે કહ્યું કે, હાલમાં ગુજરાતમાં કોઇ પણ પાલિકા કોંગ્રેસ પાસે નથી. તેવામાં વડોદરામાં બે-ત્રણ કોર્પોરેટરો પણ ચૂંટાઇને આવે તો સારૂ છે. આગામી તારીખોમાં જિલ્લાઓમાં પણ ચૂંટણી આવશે, તેની સ્થિતી સારી કરે તેવું માનીએ છીએ. અમિત ચાવડા એક હોદ્દા પર હતા, તેમને ફરી એક પદ પરથી હટાવીને બીજા પદ પર મુક્યા. ક્યાંક પરિવારને પ્રાધન્ય આપવામાં આવી રહ્યું છે. એવા ઘણા લોકોને પ્રદેશ પ્રમુખ તરીકે આવવાની આશા હતી. જીજ્ઞેશ મેવાણી અસરકારક રીતે આદિવાસી વિસ્તારોમાં પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
આ પણ વાંચો ---- VADODARA : ફાયર વિભાગના સ્નોરસ્કેલ મશીનનું ઇન્શ્યોરન્સ અને ફિટનેશની માન્યતા પૂર્ણ