Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કોર્ટ પરિસરમાં વકીલ જોડે માથાકુટ કરનાર PI-કોન્સ્ટેબલની બદલી

VADODARA : PI ચંદ્રિકા આસુંદરાને લિવ રિઝર્વમાં મુકી દેવામાં આવ્યા છે. જ્યારે કોન્સ્ટેબલ જયેશ દેસાઇને હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે
vadodara   કોર્ટ પરિસરમાં વકીલ જોડે માથાકુટ કરનાર pi કોન્સ્ટેબલની બદલી
Advertisement
  • વડોદરાની કોર્ટમાં વકીલ જોડે બબાલ કરવાનું માઠું પરિણામ
  • ઘટનાને 24 કલાલ વિતે તે પહેલા જ પીઆઇ-કોન્સ્ટેબલ વિરૂદ્ધ કાર્યવાહી
  • આ ઘટનાની કોર્ટે પણ ગંભીર નોંધ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે

VADODARA : તાજેતરમાં વડોદરાની દિવાળીપુરા કોર્ટ (VADODARA COURT) માં વકીલ અને ગોરવા પોલીસ મથક (GORWA POLICE STATION) ના સેકન્ડ પીઆઇ તથા કોન્સ્ટેબલ વચ્ચે મગજમારી થઇ હતી. જે બાદ વકીલના બચાવમાં વડોદરા વકીલ મંડળના અગ્રણીઓ આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ તાત્કાલિક અસરથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. અને જેમ તેમ મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનામાં વકીલ જોડે ઉદ્ધતાઇભર્યુ વર્તન કરનાર પીઆઇ અને કોન્સ્ટેબલની તાત્કાલિક અસરથી બદલી (IMMEDIATE TRANSFER) કરી દેવામાં આવી છે. પીઆઇને લિવ રિઝર્વમાં મુકાયા છે, જ્યારે કોન્સ્ટેબલને હેડ ક્વાટર બદલી કરીને મુકી દેવામાં આવ્યા છે.

વડોદરા વકીલ મંડળના અગ્રણીઓ દોડી આવ્યા હતા

તાજેતરમાં વડોદરાની કોર્ટમાં ગોરવા પોલીસ મથકના સેકન્ડ પીઆઇ ચંદ્રિકા આસુંદરા અને કોન્સ્ટેબલ જયેશ દેસાઇની અમદાવાદના વકીલ જોડે બોલાચાલી થઇ હતી. આ ઘટનામાં પીઆઇ દ્વારા વકીલ આદિલ શેખને લાફો મારી દેવામાં આવ્યો હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ ઘટના બાદ વડોદરા વકીલ મંડળના અગ્રણીઓ દોડી આવ્યા હતા. અને કોર્ટ પરિસરમાં ભારે વિરોધ કર્યો હતો. ઘટના અંગે પોલીસના ઉચ્ચ અધિકારીને જાણ થતા તેઓ પણ દોડી આવ્યા હતા. અને મામલો માંડ શાંત પાડ્યો હતો. આ ઘટનાની કોર્ટો પણ ગંભીર નોંધ લીધી હતી.

Advertisement

બંને વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી

આ ઘટનાને 24 કલાક વિતે તે પહેલા જ તાત્કાલિક અસરથી બંનેની બદલી કરી દેવામાં આવી છે. પીઆઇ ચંદ્રિકા આસુંદરાને લિવ રિઝર્વમાં મુકી દેવામાં આવ્યા છે. જ્યારે કોન્સ્ટેબલ જયેશ દેસાઇને હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે. લાફાકાંડ બાદ વડોદરા વકીલ મંડળ દ્વારા બંને વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. અને વકીલ મંડળ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાનો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો --- Vadodra : બરોડા ડેરીના મેરાકુવા દૂધ મંડળમાં ગેરરીતિનો મુદ્દો વકર્યો, ધારાસભ્ય કરી હતી તપાસની માગ

Tags :
Advertisement

.

×