Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વિશ્વામિત્રીના કાંઠેથી મગરના 21, અને ટિટોડીના 10 ઇંડાનું રેસ્ક્યૂ

VADODARA : ઇંડાને સલામત રેસ્ક્યૂ કરીને કમાટીબાગ ઝૂમાં લાવવામાં આવ્યા છે. તેમાંથી બચ્ચુ આવે તે દિશામાં ઝૂ ઓથોરીટી દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે
vadodara   વિશ્વામિત્રીના કાંઠેથી મગરના 21  અને ટિટોડીના 10 ઇંડાનું રેસ્ક્યૂ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) ને ઉંડી અને પહોળી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન નદી કાંઠે વસવાટ કરતા વન્ય જીવ અથવા તો અન્ય જીવોને કોઇ મુશ્કેલી ના પડે તે માટે વોલંટીયર્સની ફોજને ખડેપગે તૈનાત કરી દેવામાં આવી છે. તેવામાં કમાટીબાગમાં નદી કાંઠેથી મગરના 21 ઇંડા (CROCODILE EGG) અને અન્યત્રેથી ટિટોડીના 10 ઇંડા મળી આવ્યા છે. જેને રેસ્ક્યૂ કરીને કમાટીબાગ ઝૂમાં લાવવામાં આવ્યા છે. આ ઇંડામાંથી સહી સલામત રીતે બચ્ચાનો જન્મ થાય તે દિશામાં ઝૂ તંત્રએ પ્રયત્નો શરૂ કર્યા છે.

વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો છે

રાજ્ય સરકાર અને વડોદરા પાલિકા દ્વારા શહેરમાં પૂર નિવારણ માટેના પગલાં ભરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને ઉંડી અને પહોળી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન વિશ્વામિત્રી નદી અને કાંઠામાં વસવાટ કરતા વન્ય જીવો તથા અન્ય જીવોને કોઇ પણ પ્રકારની હાની ના પહોંચે તે માટે જીવદયા માટે કામ કરતી સંસ્થાના વોલંટીયર્સની મોટી ફોજ ખડેપગે તૈનાત રાખવામાં આવી છે.

Advertisement

ઝૂમાં ખુશીની લહેરખી જોવા મળી

તાજેતરમાં કમાટીબાગ પાસેથી વિશ્વામિત્રી નદી કાંઠામાંથી મગરના 21 તથા ટિટોડીના 10 ઇંડા મળી આવ્યા હતા. જેને સલામત રીતે રેસ્ક્યૂ કરીને કમાટીબાગ ઝૂમાં લાવવામાં આવ્યા છે. જેને પગલે ઝૂમાં ખુશીની લહેરખી જોવા મળી છે. આ ઇંડામાંથી બચ્ચુ સલામત રીતે બહાર આવે તે દિશામાં ઝૂ ઓથોરીટી દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મગરના બચ્ચા માટે વિશેષ તળાવની વ્યવસ્થા કરવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : શુક્રવારી બજારમાં ઘર્ષણ, મહિલાએ કહ્યું, 'તને મારી દેવી જોશે'

Tags :
Advertisement

.

×