Vadodara ની દીપક નાઈટ્રેટ કંપની સાથે રૂ.51.82 લાખની છેતરપિંડી, મેનેજરે 46.959 યુરો પોર્ટુગલની બેંકના ખાતામાં જમા કર્યા
Vadodara : દીપક નાઈટ્રેટ કંપની સાથે રૂ.51.82 લાખની છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે અને બેંક મારફતે રૂપિયા ભરાવી આ છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે. જર્મનીની કંપની સાથે ફિઝિબિલિટી ટેસ્ટ માટે દીપક નાઈટ્રેટ કર્યો હતો કરાર.
Advertisement
Vadodara : જર્મનીની કંપનીના નામનો ઇમેઇલ મૂકી છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે. જર્મનીની કંપનીના મેલ આઇડી જેવું જ આઇડી બનાવી છેતરપિંડી કરી હોવાની વાત સામે આવી છે. મેનેજરે 46.959 યુરો પોર્ટુગલ ના ખાતામાં જમા કર્યા હતા અને 4 મહિના બાદ ખબર પડી કે છેતરપિંડી થઈ છે અને કંપનીના ચીફ મેનેજર લક્ષ્મી ગણપથી વેંકટેશ્વર રાવે ફરિયાદ નોંધાવી. તો સાયબર ક્રાઈમ વિભાગે તપાસ શરૂ કરી છે.

