VADODARA : ધો. 8 ભણેલો ઠગ બેંક એકાઉન્ટનો સપ્લાયર, દુકાન ભાડે લઇને ખેલ રચતો
- વડોદરા સાયબર ક્રાઇમ પોલીસને મળી મોટી સફળતા
- ટીમે મહારાષ્ટ્રથી ઠગોને બેંક એકાઉન્ટ સપ્લાય કરનાર શોધી કાઢ્યો
- ધો., 8 ભણેલો શખ્સ સુવ્યવસ્થિત રીતે ચલાવતો હતો કૌભાંડ
VADODARA : વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથક (CYBER CRIME POLICE STATION - VADODARA) માં તાજેતરમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે અનુસાર, આરોપીએ ખોટી ઓળખ આપીને ફરિયાદીનું આધારકાર્ડ મની લોન્ડરિંગમાં વપરાયું હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ બેંક સહિતની વિગતો મેળવવામાં આવી હતી. બાદમાં ડિજીટલ અરેસ્ટ (DIGITAL ARREST) જેવો પ્લોટ ઘડીને ફરિયાદી પાસેથી અલગ અલગ ખાતતામાંથી રૂ. 23 લાખ પડાવ્યા હતા. આ મામલે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાયા બાદ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ એક્શનમાં આવી હતી. અને ટેક્નિકલ તથા હ્યુમન રિસોર્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
નાણાં ઉપાડીને આર્થિક લાભ મેળવ્યો
દરમિયાન પોલીસે આરોપી મહેન્દ્રકુમાર મેઘવાલ પૂણે, મહારાષ્ટ્રમાં હોવાની ખાતરી થતા તેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કૌભાંડમાં તેની મોટી ભૂમિકા છે. આરોપી મહેન્દ્ર (ઉં. 22) એ ધો. 8 સુધીનો અભ્યાસ કર્યો છે. તે બેંક ખાતાનો સપ્લાયર છે. તે બેંક ખાતા ખોલકો અને વતનમાંથી અન્ય ઇસમોને બોલાવીને ખોલાવતો હતો. જુદા જુદા શહેરોમાં એક-બે મહિના માટે ભાડે દુકાનો ખરીદીને ડમી પેઢીઓ ઉભી કરવામાં આવતી હતી. ત્યાર બાદ આ પેઢીઓના એકાઉન્ટ ખોલવામાં આવતા હતા. વડોદરામાં તેણે આ પ્રકારે 5 થી વધુ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. તેમજ તેણે અત્યાર સુધીમાં 15 બેંક ખાતાઓ ખોલાવીને તેનો સપ્લાય કરીને નાણાં ઉપાડીને આર્થિક લાભ મેળવ્યો હતો.
આરોપી બેંક ખાતાની કિટ અને સિમકાર્ડ સપ્લાય કરતો
તેના બેંક એકાઉન્ટમાં 10 થી વધુ ફરિયાદો આવી છે. તેનું ટર્નઓવર રૂ. 50 લાખથી વધુનું થયાનું જણાયું હતું. અગાઉ આરોપી બેંક ખાતાની કિટ અને સિમકાર્ડ સપ્લાય કરતો હતો. આરોપી પાસેથી લેપટોપ, મોબાઇલ, ચેકબુક, પાસબુક, ડેબીટ-ક્રેડિટ કાર્ટ, રબર સ્ટેમ્પ તથા અન્ય દસ્તાવેજો જમા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : લેન્ડગ્રેબિંગની સુનવણી પૂર્વે કોર્પોરેટર સહિત 11 સામેની નોટીસ પરત ખેંચાઇ