ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : જિલ્લા પંચાયત પ્રમુખ અને DDO વચ્ચેની ખાઈ ઊંડી બની, સભ્યો ગાંધીનગર પહોંચ્યા

Vadodara : પ્રમુખ-સભ્યો મોટું પગલું ભરતા પહેલા મોડવી મંડળને વિશ્વાસમાં લેવા અથવા પ્રશ્નનો કાયમી ઉકેલ કરવા માટે તમામ ગાંધીનગર પહોંચ્યા છે.
12:46 PM Aug 21, 2025 IST | PARTH PANDYA
Vadodara : પ્રમુખ-સભ્યો મોટું પગલું ભરતા પહેલા મોડવી મંડળને વિશ્વાસમાં લેવા અથવા પ્રશ્નનો કાયમી ઉકેલ કરવા માટે તમામ ગાંધીનગર પહોંચ્યા છે.

Vadodara : વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી વચ્ચે ખટરાગ (Vadodara District Panchayat Pramukh vs DDO) ચાલતો હોવાનું સપાટી પર આવ્યું હતું. ચૂંટાયેલા સભ્યો જ્યારે વિકાસના કામોની યાદી ડીડીઓ પાસે લઇને જાય ત્યારે તેઓ નિયમો બતાવીને પાછળ ઠેલી રહ્યા હોવાના આરોપો તેમના પર લાગી રહ્યા છે. જેને પગલે વિસ્તારનો જોઇએ તેવો વિકાસ થતો નથી. તાજેતરમાં તો પંચાયત પ્રમુખ અને ડીડીઓ વચ્ચે બોલાચાલી થઇ ગઇ હતી. જેમાં ડીડીઓ દ્વારા તુમાખીભર્યુ વર્તન કરવાના કારણે હવે પંચાયતના સભ્યો અને પ્રમુખ પણ લડી લેવાના મૂડમાં છે. તમામ મળીને કોઇ મોટું પગલું ભરે તે પહેલા સભ્યો ગાંધીનગર (Members Reach Gandhinagar) પહોંચ્યા છે. અને ભાજપ જિલ્લા પ્રભારીને વિગતવાર રજુઆત કરી છે.

ડીડીઓનું વલણ પ્રમુખ અને સભ્યોને નાપસંદ

વડોદરા જિલ્લા પંચાયતમાં (Vadodara District Panchayat) આ ચૂંટણી વર્ષ ચાલી રહ્યું છે. પોતાના વિસ્તારમાં વિકાસના કામો સત્વરે શરૂ કરવા તથા તેને પૂર્ણ કરવા માટે બોર્ડના સભ્યો સતત પ્રયત્નશીલ બન્યા છે. ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ અને સભ્યો મળીને ડીડીઓથી નારાજ ચાલી રહ્યા છે. વિકાસના કામોની યાદી ડીડીઓ પાસે લઇને સભ્યો પહોંચે ત્યારે તેઓ બહાનું બતાવીને આગળ વાત ટાળી દે છે. ડીડીઓનું આ વલણ પ્રમુખ અને સભ્યોને નાપસંદ આવી રહ્યું છે.

હું તમને જવાબ આપવા બંધયેલી નથી

તાજેતરમાં ડીડીઓ મમતા હિરપરા (DDO Mamta Hirpara) અને જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા (Vadodara District Panchayat Pramukh - GayatriBa Mahida) વચ્ચે યોડાયેલી બેઠક યોગ્ય રહી ન્હતી. બેઠકમાં ડીડીઓ મમતા હિરપરા દ્વારા પંચાયત પ્રમુખને ત્યાં સુધી કહી દીું કે, હું તમને જવાબ આપવા બંધયેલી નથી. જેને પગલે પંચાયતના સભ્યોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. અને તમામે એકસૂરો આ તુમાખીભર્યા વર્તનનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે.

સામુહીક રાજીનામાંની દિશામાં વિચારી રહ્યા છે

સુત્રોના જણાવ્યા અનુસાર, તમામ કોઇ મોટું પગલું ભરે તે પહેલા સભ્યો અને પ્રમુખ ગાંધીનગર પહોંચ્યા છે. અને સંગઠન પ્રભારી મંત્રી ગોરધન ઝડફિયા (Gordhan Zadafia - BJP) જોડે મુલાકાત કરી છે. સાથે જ જિલ્લા પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવીનો (Home Minister - Harsh Sanghavi) સમય મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, પ્રમુખ સહિતના સભ્યો સામુહીક રાજીનામાંની દિશામાં વિચારી રહ્યા છે. પરંતુ આટલું મોટું પગલું ભરતા પહેલા મોડવી મંડળને વિશ્વાસમાં લેવા અથવા તો આ પ્રશ્નનો કાયમી ઉકેલ કરવા માટે તમામ ગાંધીનગર પહોંચ્યા છે.

આ પણ વાંચો ----- Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદ મામલે અંબાલાલ પટેલની આગાહી સામે આવી

Tags :
DDOVSPramukhDevelopmentHoltFightIntenseGujaratFirstgujaratfirstnewsMassResignationMatterReachGanshinagarVadodaraVadodaraDistrict
Next Article