Vadodara : પ્રેમ લગ્નની અદાવતમાં પતિને માર મારી પત્નીનું અપહરણ કરાયું હોવાનો આક્ષેપ, 10 શખ્સ હથિયારો લઈ ઘરમાં ઘુસી ગયા
Vadodara : ડભોઈમાં પ્રેમ લગ્નની અદાવત રાખીને બબાલ થઈ હોવાની વાત સામે આવી છે. જેમાં 10 શખ્સ ઘરમાં ઘુસી આવ્યા હતા અને હુમલો કર્યો હતો. રબારી જ્ઞાતિની યુવતીએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતા આ બબાલ થઈ હોવાની વાત સામે આવી છે. ઈજાગ્રસ્ત પતિએ ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Advertisement
Vadodara : ડભોઈના કાયાવરોહણ ગામે લગ્નની અદાવતને લઈ 3 સભ્ય પર કરાયો જીવલેણ હુમલો અને યુવતીએ અન્ય કાસ્ટના યુવક સાથે લગ્ન કરતા આ હુમલો થયો હોવાની વાત સામે આવી છે. કેટલાક ઇસમોએ ઘરમાં હથિયારો સાથે ઘૂસીને હુમલો કર્યો અને યુવતીનું અપહરણ કર્યુ હોવાની વાત સામે આવી છે. તો ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પતિના હાથના અને મોઢાના ભાગે ઈજા પહોંચી હોવાની વાત સામે આવી છે.

