VADODARA : ડેસરની રાજપુર દૂધ મંડળીમાં બનાવટી ગ્રાહકોના નામે ગેરરીતિનો આરોપ
- બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી શંકાના ઘેરામાં
- જ્યાં તેઓ રહેતા નથી, તેમના નામે કોઇ પશું નથી ત્યાંથી દૂધ ભરાયું
- સમગ્ર મામલે ડેસર પોલીસ મથકમાં ફરિયાદ સ્વરૂપે અરજી આપવામાં આવી
VADODARA : વડોદરા ગ્રામ્યમાં (VADODARA RURAL) આવતા ડેસર (DESAR) તાલુકાના મેરાકુવા દુધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી (SCAM IN MILK FEDERATION) અને પ્રમુખ ઉપર ઠગાઈનો ગુનો નોંધાયા બાદ તાલુકાની અનેક મંડળીઓમાં કૌભાંડના આરોપો સામે આવી રહ્યા છે. તાજેતરમાં જુના સિહોરા ગ્રામજને પ્રતાપપુરા અને ત્યાર બાદ રાજપુર મંડળીઓમાં દૂધમાં (RAJPUR MILK SOCIETY) પાણી ભેળવીને ભ્રષ્ટાચાર આચરાય છે તેવી પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી. ત્યારબાદ હવે રાજપુરના વનરાજસિંહ પરમારના હાથે પુરાવા હાથ લાગ્યા છે, તે અનુસાર વેજપુરના વતની અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી ના નામે દૂધ રાજપુર મંડળીમાં ભરાય છે. જો કે, તેમની પાસે રાજપુરમાં ઘર નથી કોઈ પશુ નથી છતાંય તેમના નામનું દુધ રાજપુર મંડળીમાં ક્યાંથી અને કેવી રીતે ભરાય છે. પુરાવાના આધારે તેમણે આરોપ લગાવ્યો છે.
ડેસર પોલીસ મથકે પહોંચી ફરિયાદ આપવામાં આવી
રાજપુરના જાગૃત ગ્રામજને ડેસર તાલુકા પંચાયત શિહોરા- 2, ના સદસ્ય રાજદીપસિંહ સોઢા પરમારનો સંપર્ક કરી દસ દિવસ સળંગ દૂધ ભરાયું તેની પાવતી બતાવતા વેંત રાજદીપસિંહ ચોંકી ઉઠ્યા હતા. અને મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ડેસર પોલીસ મથકે પહોંચી ફરિયાદ આપવામાં આવી હતી.
કુલદીપસિંહ બરોડા ડેરીમાં ડિરેક્ટરના હોદ્દા ઉપર છે
ફરિયાદમાં મુકવામાં આવેલા આરોપ અનુસાર, રાજપુર દૂધ મંડળીના મંત્રી દ્વારા ગામ બહારના બનાવટી ગ્રાહકોના ખાતા બનાવી તેમના નામે મંડળીમાં દૂધ ભરવામાં આવે છે. જે અંગેની પાવતી અમને મળી છે, તેમાં રાઉલજી કુલદીપસિંહ ઉદેસિંહ ગ્રાહક નંબર 158 બનાવીને તેમના નામનું દૂધ ડિસેમ્બર - 2024 માં ભરાયેલું છે અને રૂપિયા પણ જમા કરેલા છે. કુલદીપસિંહ બરોડા ડેરીમાં ડિરેક્ટરના હોદ્દા ઉપર છે, અને ડેસરના વેજપુરના રહેવાસી છે. તેઓ ઘણા સમયથી તેઓ વડોદરા શહેરમાં રહે છે, તેઓ રાજપુર ગામના વતની નથી પશુપાલન કરતા નથી, અને તેમના ઘરે પણ કોઈ દુધાળા પશુઓ નથી, છતાં રાજપુર મંડળીના મંત્રી સાથે સાંઠગાંઠ કરીને ભ્રષ્ટાચાર કર્યું હોવાનું જણાઇ આવે છે. જેથી આ મામલે તટસ્થ રીતે પોલીસ તપાસ કરવાની રજૂઆત સાથે ફરીયાદ અપાઈ હતી
આ પણ વાંચો ---- હવે Becharaji ભાજપમાં પણ મોરેમોરો! તાલુકા પ્રમુખ અને ધારાસભ્ય સામસામે