Vadodara : દિવાળી નિમિત્તે કુબેર ભંડારી મંદિરે ભક્તોનું ઘોડાપૂર, 2500 વર્ષથી પણ વધુ જૂનો છે ઇતિહાસ!
Vadodara જિલ્લાનાં ડભોઈ તાલુકામાં આવેલું છે કુબેર ભંડારી મંદિર દિવાળી- અમાસ પર્વે ભગવાનનાં દર્શન કરવાનું અનેરું મહત્ત્વ પ્રખ્યાત મંદિરનો ઈતિહાસ 2500 વર્ષથી પણ વધુ જૂનો હોવાની માન્યતા વડોદરા જિલ્લાનાં (Vadodara) ડભોઇ તાલુકાના તીર્થ સ્થાન ગણાતા અને કરનાળી ખાતે આવેલા...
Advertisement
- Vadodara જિલ્લાનાં ડભોઈ તાલુકામાં આવેલું છે કુબેર ભંડારી મંદિર
- દિવાળી- અમાસ પર્વે ભગવાનનાં દર્શન કરવાનું અનેરું મહત્ત્વ
- પ્રખ્યાત મંદિરનો ઈતિહાસ 2500 વર્ષથી પણ વધુ જૂનો હોવાની માન્યતા
વડોદરા જિલ્લાનાં (Vadodara) ડભોઇ તાલુકાના તીર્થ સ્થાન ગણાતા અને કરનાળી ખાતે આવેલા કુબેર ભંડારી મંદિરે (Kuber Bhandari Temple) ભગવાનનાં દર્શનાર્થે આજે ભક્તોજનોનું ભારે ઘોડાપૂર જોવા મળ્યું હતું. દિવાળીની (Diwali 2024) અમાસ પર્વે આજે બપોરનાં 4 વાગ્યાથી અમાસ શરૂ થાય છે અને તે આવતીકાલે બપોરે 4 વાગે પૂર્ણ થશે. તેથી આ પવિત્ર દિવસે રાજયભરમાંથી હજારોની સંખ્યામાં આવેલાં શ્રદ્ધાળુઓએ કુબેર ભંડારીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

