Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : અલકાપુરીમાં બિલ્ડીંગની બાલ્કનીનો ભાગ ધરાશાયી, રીક્ષાને નુકશાન

VADODARA : આજે સવારે અલકાપુરી વિસ્તારના પહેલા પેટ્રોલ પંપની ગલીમાં રોડ પર ઉભેલી રીક્ષા પર બિલ્ડીંગની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો
vadodara   અલકાપુરીમાં બિલ્ડીંગની બાલ્કનીનો ભાગ ધરાશાયી  રીક્ષાને નુકશાન
Advertisement

VADODARA : વડોદરાના અલકાપુરી વિસ્તારમાં સતત ધમધમતા રહેતા રોડ પર આવેલી જર્જરિત બિલ્ડીંગની બાલ્કનીનો ભાગ આજે સવારે ધરાશાયી થયો છે. ઘટનામાં નીચે રોડ પર ઉભેલી રીક્ષાને નુકશાન પહોંચ્યું છે. આ ઘટના સમયે રીક્ષા ચાલક તેમાં બેઠા હતા. પરંતુ સદ્નસીબે તેમને કોઇ ઇજાઓ પહોંચી ન્હતી. આ જર્જરિત બિલ્ડીંગને એક વર્ષ પહેલા સીલ મારી દેવામાં આવ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. પરંતુ ત્યાર બાદ કોઇ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવતા બિલ્ડીંગ જોખમી હાલતમાં જેમનું તેમ છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં તંત્રની લાપરવાહી સામે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. (Fear spreads as part of balcony of dilapidated building collapses in Alkapuri area - VADODARA)

Advertisement

રોડ પર ઉભેલી રીક્ષા પર બિલ્ડીંગની બાલ્કનીનો ભાગ ધરાશાયી

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં પહેલા પેટ્રોલ પંપ પાસે આવેલુ દર્પણ બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે. આ બિલ્ડીંગની હાલત જોઇને તેને એક વર્ષ પહેલા જ સીલ કરી દેવામાં આવ્યું હોવાનું સ્થાનિકો મીડિયાને જણાવી રહ્યા છે. આજે સવારે પહેલા પેટ્રોલ પંપની ગલીમાં રોડ પર ઉભેલી રીક્ષા પર બિલ્ડીંગની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં રીક્ષાને નુકશાન પહોંચ્યું છે, જ્યારે તેમાં બેઠેલા ચાલકનો બચાવ થયો છે. આજે પણ ગલીમાં લવાહનોને ભારે અવર-જવર છે, તે વચ્ચે આ ઘટના સામે આવતા તંત્રએ ત્વરિત સુરક્ષાના પગલાં લેવા જોઇએ તેવી માંગ ઉઠવા પામી છે. આ બિલ્ડીંગ નીચે જ રીક્ષા સ્ટેન્ડ હોવાથી ચાલકો ઉભા રહેતા હોય છે. આ ઘટના બાદ આગળ પાલિકા તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.

Advertisement

બિલ્ડીંગમાંથી મહિને બે મહિને ગાબડાં પડતા હોય છે

રીક્ષા ચાલકે મીડિયાને જણાવ્યું કે, આ 10 વાગ્યાના આસપાસની ઘટના છે. ઘટના સમયે હું રીક્ષામાં જ બેઠો હતો. અને ઉપરથી રીક્ષા પર ગાબડું પડ્યું હતું. મને વાગ્યું નથી, મારી રીક્ષાને નુકશાન પહોંચ્યું છે. અહિંયા રીક્ષા સ્ટેન્ડ છે, એક વર્ષથી બિલ્ડીંગને સીલ મારી દેવામાં આવ્યું છે, પરંતુ ત્યાર બાદ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બિલ્ડીંગમાંથી મહિને બે મહિને ગાબડાં પડતા હોય છે. સ્થાનિકે જણાવ્યું કે, આ રોડ પરથી લોકો પસાર થાય છે. ક્યારે મોટી દુર્ઘટનાની શક્યતા રહેલી છે. જેથી ત્વરિત કાર્યવાહી કરવી જોઇએ.આ બિલ્ડીંગના રહીશો, અને શોપીંગ વાળાઓએ એકત્ર થવાની જરૂર છે.

આ પણ વાંચો --- VADODARA : બ્રિજનું બિનજરૂરી કાર્પેટીંગ રોકાવી પાલિકાના પૈસા બચાવતા કોર્પોરેટર

Tags :
Advertisement

.

×