VADODARA : જિલ્લામાં રસ્તા પરના ખાડા પૂરવાની કામગીરી 83 ટકા પૂર્ણ
- રોડ રસ્તાનું મરામત કાર્ય જારી
- લોકોને રોજ પડતી મુશ્કેલી સામે રાહત આપવા તંત્ર સજ્જ
- મુખ્યમંત્રીની સૂચના બાદ તંત્રમાં પ્રાણ ફૂંકાયો
VADODARA : ચોમાસાની ઋતુ (MONSOON - 2025) દરમિયાન ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં રોડ, રસ્તા, પુલ વગેરે બિસ્માર થતા નાગરિકોને તકલીફ ન પડે તે માટે રાજ્યમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી સત્વરે પૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM BHUPENDRA PATEL) આદેશ આપ્યો છે. ત્યારે વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં પોટહોલ્સ પૂરવાની (POTHOLE FILLING) કામગીરીમાં ઝડપી અને ગતિશીલ અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા વડોદરામાં જિલ્લામાં પોટહોલ્સ (ખાડા) પૂરવાની કામગીરી 83 ટકા પૂર્ણ કરી દેવામાં આવી છે.
જેસીબી, રોલર, ડમ્પર, ટ્રેક્ટર અને માનવબળને ઉતારી દેવામાં આવ્યા
માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લામાં ૫૩૬ માંથી ૪૪૫ પોટહોલ્સને પૂરવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. ક્ષતિગ્રસ્ત રસ્તાઓને દુરસ્ત કરવા માટે યુદ્ધના ધોરણે મેટલ પેચ અને ડામર પેચની કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે વેટમિક્સ, મેટલ પેચ તેમજ રબલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તદુપરાંત જેસીબી, રોલર, ડમ્પર, ટ્રેક્ટર અને માનવબળને ક્ષતિગ્રસ્ત માર્ગો પર ઉતારી દેવામાં આવ્યા છે. બાકીના ખાડાઓની કામગીરી પણ ઝડપથી આગળ વધી રહી છે અને તાત્કાલિક પૂર્ણતા લાવવાનો નિર્ધાર રાખવામાં આવ્યો છે.
ખાડાઓની સમસ્યા નાગરિકોના દૈનિક જીવનને અસર કરે છે
વાહનચાલકો અને રાહદારીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખી ક્ષતિગ્રસ્ત રસ્તાઓને સુરક્ષિત અને સગવડયુક્ત બનાવવા માટે રાજ્ય સરકાર તથા વડોદરા જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. ખાડાઓની સમસ્યા નાગરિકોના દૈનિક જીવનને અસર કરે છે, જેને ગંભીરતાથી ધ્યાનમાં લઈને તાત્કાલિક સમારકામ માટે પગલા લેવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે, વડોદરા ઝોનમાં ક્ષતિગ્રસ્ત કુલ ૫૩૪.૮ કિલોમીટરના રસ્તાઓમાંથી ૩૭૮ કિલોમીટર રસ્તામાં પેચવર્કની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે તેમજ કુલ ૨,૧૬૮ પોટહોલ્સ ભરવામાં આવ્યા છે.
આ પણ વાંચો ---- VADODARA : બ્રિજ દુર્ઘટનામાં લાપતા યુવકનો દેહ ડિકમ્પોઝ થયાનો ભય, 5 બ્રિજ ભારદારી વાહનો માટે બંધ