ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : હોટલ, શાળા, ખાનગી કંપની બાદ કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકી મળી

VADODARA : પૂર્વ જિલ્લા કલેક્ટર શાહને ઉદ્દેશીને ઇમેલ મોકલવામાં આવ્યો છે. જે દર્શાવે છે કે, ઇમેલ મોકલનાર વડોદરાની હાલની સ્થિતીથી વાકેફ નથી.
08:56 AM Apr 12, 2025 IST | PARTH PANDYA
VADODARA : પૂર્વ જિલ્લા કલેક્ટર શાહને ઉદ્દેશીને ઇમેલ મોકલવામાં આવ્યો છે. જે દર્શાવે છે કે, ઇમેલ મોકલનાર વડોદરાની હાલની સ્થિતીથી વાકેફ નથી.

VADODARA : વડોદરામાં હોટલ, શાળા, ખાનગી કંપની બાદ હવે નવી જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેલ મળ્યો છે. ઘટના અંગે મોડી રાત્રે પોલીસને જાણ કરવામાં આવતા વિવિધ ટીમો તાત્કાલિક દોડી આવી હતી. અને ડોગ સ્કવોર્ડને સાથે રાખીને આખા પરિસરમાં તપાસ હાથ ધરી હતી. જો કે, તપાસ દરમિયાન કંઇ પણ વાંધાનજક મળી આવ્યું ન્હતું. પ્રાથમિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, ધમકી ભર્યો ઇમેલ પૂર્વ કલેક્ટર શાહના નામે ઉલ્લેખીને મોકલવામાં આવ્યો હતો. (BOMB THREAT EMAIL RECEIVED BY DISTRICT COLLECTOR OFFICE, NOTHING SUSPICIOUS FOUND - VADODARA)

કલેક્ટર દ્વારા પોલીસ કમિશનરને જાણ કરવામાં આવી હતી

તાજેતરમાં વડોદરા, રાજકોટ અને પાટણ જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ અગાઉ વડોદરામાં ખાનગી શાળા અને ખાનગી કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ પોલીસે સધન તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસ તપાસમાં કંઇ વાંધાનજક મળી આવ્યું ન્હતું. ગતરોજ મોડી રાત્રે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકી વિશે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા શહેર પોલીસ કમિશનરને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસની વિવિધ બ્રાન્ચોના અધિકારીઓ દોડી આવ્યા હતા. અને કલેક્ટર કચેરીના પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કંઇ પણ વાંધાજકન મળી આવ્યું ન્હતું.

વડોદરાની હાલની સ્થિતીથી વાકેફ નથી

પ્રાથમિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ભારતની જાણીતી સિંગર સિંદુજા શ્રીનિવાસનના નામથી ઇમેલ આવ્યો હતો. ઘટના અંગે પોલીસને જાણ થતા જ આખી કલેક્ટર કચેરીમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં કંઇ પણ વાંધાનજક મળી ના આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. સુત્રોએ ઉમેર્યું કે, પૂર્વ જિલ્લા કલેક્ટર શાહને ઉદ્દેશીને ઇમેલ મોકલવામાં આવ્યો છે. જે દર્શાવે છે કે, ઇમેલ મોકલનાર વડોદરાની હાલની સ્થિતીથી વાકેફ નથી.

આ પણ વાંચો --- VADODARA : ઐતિહાસિક માંડવી દરવાજાની હાલત દયનીય, 3 પિલરના પોપડા ખર્યા

Tags :
BombCheckingcollectorDistrictemailfoundGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsinnothingofficereceivedSuspiciousThreatVadodara
Next Article