Vadodara : નગરજનોએ રૂ. 206 કરોડથી વધુની કિંમતની સરકારની સ્વાસ્થ્ય સેવાનો લાભ મેળવ્યો
- સરકારી યોજનામાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ પરિવારોએ લાભ લીધો
- તબીબી સારવારથી લઇને ધાત્રી માતા સુધીને સહાય પુરી પાડવામાં આવી
- આયુષ્યમાન ભારત હેઠળ પરિવારોને વર્ષે રૂ. 10 લાખ સુધીની આરોગ્ય સારવાર નિ:શુલ્ક
Vadodara : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Bhai Patel) ના નેતૃત્વમાં નાગરિકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અનેકવિધ યોજનાઓની સુપેરે અમલવારી થઈ રહી છે. વડોદરા જિલ્લા (Vadodara District) માં આરોગ્ય સેવાઓ વધુ સુલભ અને અસરકારક બની રહી છે, જેનો સીધો લાભ સામાન્ય નાગરિકોને મળી રહ્યો છે. તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન, સરકારએ વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ (Govt Health Aid - Vadodara) અંતર્ગત વડોદરા જિલ્લામાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે.
ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત
આયુષ્માન ભારત યોજના અંતર્ગત વડોદરા જિલ્લામાં હજારો નાગરિકોને મફત તબીબી સારવાર મળી છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન આ યોજના હેઠળ કુલ રૂ. ૨૦૬ કરોડ કરતા પણ વધારે રકમની સારવારનો ખર્ચ સરકારે ઉઠાવ્યો છે, જેનાથી અનેક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત મળી છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ જરૂરિયાતમંદ પરિવારોને વર્ષે રૂ. ૧૦ લાખ સુધીની આરોગ્ય સારવાર નિ:શુલ્ક મળે છે.
યોજનાની યાદી
સગર્ભા અને ધાત્રી માતાઓ માટે અનેક યોજનાઓ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન વડોદરાની જિલ્લાની આ મહિલાઓ માટે:
- નમોશ્રી યોજના અંતર્ગત ૨૪ હજારથી વધુ સગર્ભા મહિલાઓને પ્રસૂતિ ખર્ચ પેટે રૂ. ૩ કરોડથી વધુની રકમની સહાય આપવામાં આવી છે.
- પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ પાંચ હજારથી વધુ સગર્ભા મહિલાઓને રૂ. ૩.૧૬ કરોડ ની આર્થિક સહાય મળી છે, જે પોષણ અને સ્વાસ્થ્ય સુધારવામાં મદદરૂપ થઈ છે.
- જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ (JSSK) નો ૧૦ હજારથી વધુ મહિલાઓએ લાભ લીધો છે, જેમને અંદાજે રૂ. ૨૧ લાખ ની આર્થિક સહાય મળી છે.
- જનની સુરક્ષા યોજના (JSY) અંતર્ગત આશરે ત્રણ હજાર સગર્ભા મહિલાઓને રૂ. ૨૦ લાખથી વધુની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.
કોઈ પણ વંચિત ના રહે
સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ હેઠળ, ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે તબીબી સારવાર, સગર્ભા અને ધાત્રી મહિલાઓને આર્થિક સહાય અને અન્ય લાભો પૂરા પાડવામાં આવી રહ્યા છે. આ લાભો તમામ જરૂરિયાતમંદ લોકોને મળે અને કોઈ પણ વંચિત ના રહે તે માટે સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર સંકલ્પબદ્ધ છે.
આ પણ વાંચો ------Vadodara : કાવડયાત્રામાં શિવભક્તિ અને દેશભક્તિનો અનોખો સંગમ, નવનાથને જળ અર્પણ કરાશે