Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ઉર્મિ બ્રિજ નીચેથી વિશ્વામિત્રી નદીમાં દુષિત પાણી છોડાતા રોષ

VADODARA : મ્યુનિસિપલ કમિશનરે નદીમાં કચરો જોઇને તેને સફાઇ કરવાની સાથે છોડવામાં આવતા ગટરના પાણી બંધ કરવાની સૂચના આપી હતી
vadodara   ઉર્મિ બ્રિજ નીચેથી વિશ્વામિત્રી નદીમાં દુષિત પાણી છોડાતા રોષ
Advertisement
  • વિશ્વામિત્રી નદીમાં દુષિત પાણીનો નિકાલ જારી
  • મ્યુનિસિપલ કમિશનરની સૂચનાને પણ તંત્ર માનતું નથી
  • વિશ્વામિત્રી પ્રોજેક્ટ વચ્ચે નદીની હાલત દયનીય થતી જાય છે

VADODARA : વડોદરા (VADODARA) માં વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) ને ઉંડી અને પહોળી કરવામાં આવી રહી છે. આ વચ્ચે નદીમાં ગટરના દુષિત પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો હોવાનું ધ્યાને આવ્યું છે. શહેરના સમા તરફ જતા રસ્તામાં આવતા ઉર્મિ બ્રિજ નીચેથી પાઇપલાઇન મારફતે દુષિત પાણીનો નદીમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે. જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા ખુબ ગટરના પાણીનો નિકાલ બંધ કરવા માટે જણાવવામાં આવ્યું છે, પરંતુ વહીવટી તંત્ર તેમની વાત પણ ધ્યાને નહીં લેતું હોવાનું આ ઘટના પરથી ફલિત થવા પામ્યું છે.

સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી

તાજેતરમાં વડોદરા પાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ વિશ્વામિત્રી પ્રોજેક્ટના નિરીક્ષણ માટે ઉર્મિ બ્રિજ નીચે પહોંચ્યા હતા. તે સમયે નદીમાં કચરો જોઇને તેને સફાઇ કરવાની સાથે પાઇપ મુકીને છોડવામાં આવતા ગટરના પાણી બંધ કરવાની સૂચના આપી હતી. છતાં વિશ્વામિત્રી નદીમાં ગટરના દુષિત પાણીનો નિકાલ રવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આ પરિસ્થિતીમાં આસપાસમાં રહેતા સ્થાનિકોનું જીવવું મુશ્કેલ બન્યું છે.

Advertisement

વહીવટી તંત્ર દ્વારા સૂચનથી વિપરીત કામ કરાયું

પાલિકા કમિશનર દ્વારા જાતે પાણીનો નિકાલ આ રીતે નહીં કરવાનુ સૂચન કરવામાં આવ્યું હતું. છતાં વહીવટી તંત્ર દ્વારા તેનાથી વિપરીત કામ કરવામાં આવી રહ્યું છે. એક તરફ નદી સાફ થાય તે માટે દેશભરમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ તેનાથી વિપરીત આચરણ વડોદરામાં થઇ રહ્યું હોવાનું નજરે પડી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : ખાનગી CSC માંથી કોર્પોરેટરની નકલી સહી વાળો સ્ટેમ્પ પકડાયો

Tags :
Advertisement

.

×