VADODARA : ગોત્રીમાં નશામાં ધૂત કાર ચાલકે વાહનોને અડફેટે લીધા, બે ની અટકાયત
- વડોદરામાં મોટી દુર્ઘટના થતા રહી ગઇ
- નશામાં ધૂત કાર ચાલકે એક પછી એક અનેક વાહનોને અડફેટે લીધા
- આ ઘટનામાં અન્ય વાહન ચાલકોને નાની મોટી ઇજા પહોંચી
- અટકાયત કરેલા કાર ચાલક તથા અન્યને બોલવાના પણ હોશ ન્હતા
VADDOARA : વડોદરા (VADODARA) ના ગોત્રી વિસ્તારમાં આવેલી ESI રોડ પર નશામાં ધૂત કાર ચાલકે (DRINK AND DRIVE) ચાર વાહનોને અડફેટે (CAR ACCIDENT) લીધા છે. અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા છે. અને અકસ્માત સર્જનાર કાર ચાલક તથા અન્ય કાર સવારની અટકાયત કરીને પોલીસને સોંપવામાં આવ્યા છે. કાર માંથી શંકાસ્પદ ટીન-બોટલ મળી આવી હોવાનું સ્થાનિકોનું મીડિયાને કહેવું છે. આ ઘટનામાં સદ્નસીબે કોઇ જાનહાની થઇ ન્હતી. કાર ચાલક અને સવારને બોલવાના પણ હોશ ના હોવાનું સ્થાનિકોએ ઉમેર્યું છે. આ ઘટનામાં બંનેની અટકાયત કરીને પોલીસ દ્વારા વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ જોતા વડોદરામાં ધોળે દ્હાડે અમદાવાદના તથ્યકાંડ વાળી થતા રહી ગઇ હોવાનો ગણગણાટ લોકોમાં જોવા મળી રહ્યો છે.
બંને પોતાનું મોઢું સંતાડતા નજરે પડ્યા
વડોદરાના ગોત્રી વિસ્તારમાં ઇએસઆઇ રોડ પર આવેલી એસબીઆઇ બેંક પાસે આજે સવારે મોટી દુર્ઘટના થતા રહી ગઇ છે. સવાર સવારમાં 10 વાગ્યા આરસામાં નશામાં ધૂત કાર ચાલકે બેકાબુ બનીને એક પછી એક ચાર વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં બુમાબુમ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા. અને કાર ચાલક તથા તેની બાજુમાં બેઠેલા નબીરાને દબોચી લીધા હતા. કારમાંથી શંકાસ્પદ ટીન અને બોટલ મળી આવ્યા હોવાનું સ્થાનિકોએ મીડિયાને જણાવ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને બંનેને વધુ કાર્યવાહી અર્થે પોલીસ મથક લાવવામાં આવ્યા હતા. પોલીસ વાનમાં બેઠેલા બંને પોતાનું મોઢું સંતાડતા નજરે પડ્યા હતા. આ ઘટનામાં કોઇ જાનહાની ના થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનામાં કારના આગળના ભાગને મોટું નુકશાન પહોંચ્યું છે.
અમારી એક્ટીવા પાછળથી ઉંચી થઇ ગઇ
સ્થાનિકનું કહેવું છે કે, નબીરા દ્વારા નશાની હાલતમાં ચાર વાહનોને અડફેટે લીધા છે. તેમણે ટેમ્પો, રીક્ષા અને એક્ટિવાને અડફેટે લીધા છે. કારમાંથી શંકાસ્પદ બોટલ મળી આવી છે. તેઓ ફૂલ નશાની હાલતમાં છે. ઇજાગ્રસ્તે મીડિયાને કહ્યું કે, અમે ઉભા હતા. તેણે ફૂલ સ્પીડમાં ટર્ન માર્યા વગર જ કારથી અકસ્માત સર્જ્યો હતો. અમારી એક્ટીવા પાછળથી ઉંચી થઇ ગઇ તેવી ટક્કર મારી હતી.
આ પણ વાંચો --- VADODARA : માતાજીના મંદિરે તસ્કરે હાથ જોડ્યા બાદ તાંબાની લોટી સેરવી