Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : અકસ્માત સર્જનાર નશામાં ધૂત PSI સસ્પેન્ડ, ખાતાકીય તપાસ શરૂ

VADODARA : હોશ ગુમાવી દીધેલા કાર ચાલક પીએસઆઇએ જીએસટી એડિ. કમિશનરની કાર તથા 2 મહિલા પોલીસના ટુ વ્હીલરને ટક્કર મારી હતી
vadodara   અકસ્માત સર્જનાર નશામાં ધૂત psi સસ્પેન્ડ  ખાતાકીય તપાસ શરૂ
Advertisement
  • વડોદરામાં નશામાં ધૂત પીએસઆઇની કાર અકસ્માતનો મામલો
  • ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને નર્મદા જિલ્લાના એસપીઓ આકરા પગલાં લીધા
  • આગામી સમયમાં સસ્પેન્ડેડ પીએસઆઇની મુશ્કેલીઓ વધી શકે છે

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના છાણી વિસ્તારમાં નશામાં ધૂત પીએસઆઇ (DRUNK PSI - VADODARA) દ્વારા પોલીસ વર્ધિમાં કારનો અકસ્માત (CAR ACCIDENT) સર્જવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક બાળકીને નાની-મોટી ઇજા પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ ઘટના બાદ રાજપીપળા જિલ્લામાં ટ્રાફિકમાં ફરજ બજાવતા પીએસઆઇ વાય. એમ. પઢીયારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને તેમના વિરૂદ્ધ પોલીસ વિભાગ દ્વારા ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં ચરચાર મચી જવા પામી છે. નર્મદા જિલ્લાને એસપી દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે.

ત્રણ વાહનોને અડફેટે લીધા

સમગ્ર મામલે જવાહરનગર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, પોલીસ કર્મી અંકિતાબેન ગઢવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રો શો ના રિહર્સલ પરથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન છાણી બ્રિજ પર તેમની એક્ટીવાને નશામાં ધૂત પીએસાઇની કારે ટક્કર મારી હતી. જેથી તેઓ પડ્યા હતા અને તેમને ઇજાઓ પહોંચી હતી. તે બાદ કાર ચાલક પીએસઆઇએ જીએસટી એડિ. કમિશનરની કાર તથા 2 મહિલા પોલીસના ટુ વ્હીલરને ટક્કર મારી હતી.

Advertisement

તાત્કાલિક અસરથી સસ્પેન્ડ

સુત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયના વીડિયો સોશિયલ મીડિયા મારફતે સામે આવ્યા હતા. જેમાં પીએસઆઇની કારમાંથી શંકાસ્પદ બોટલો મળી આવી હતી. આ ઘટનાને પગલે દારૂબંધી સામે સવાલો ઉઠવા પામ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને નર્મદા જિલ્લાના એસપી દ્વારા નશામાં ધૂત બનીને અકસ્માત સર્જનાર પીએસઆઇ વાય. એમ. પઢીયારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સાથે જ તેઓ વિરૂદ્ધ ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. આ જોતા આગામી સમયમાં સસ્પેન્ડેડ પીએસઆઇની મુશ્કેલીઓ વધી શકે છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : ગુજસીટોકનો વધુ એક આરોપી રિમાન્ડ પર, રોકાણની તપાસ થશે

Tags :
Advertisement

.

×