VADODARA : ભારદારી ડમ્પરની અડફેટે MSU ના આસિ. પ્રોફેસરનું સ્થળ પર મોત
VADODARA : મહિલા પ્રોફેસર ડમ્પરના પાછલા વ્હીલમાં આવી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાદમાં તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો.
Advertisement
- વડોદરામાં ભારદારી વાહનોનો ત્રાસ યથાવત
- ડમ્પરની અડફેટે મહિલા પ્રોફેસર આવતા સ્થળ પર જ કમકમાટીભર્યું મોત
- લોકોએ એકત્ર થઇને બેદરકાર ડમ્પર ચાલકને ઝડપી પાડી પોલીસને સોંપ્યો
VADODARA : વડોદરા (VADODARA) માં ભારદારી વાહનોનો ત્રાસ અટકવાનું નામ નથી લઇ રહ્યો. તાજેતરમાં સાંજના સમયે વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ના આસિ પ્રોફેસર (MSU - VADODARA) પોતાના ટુ વ્હીલર પર જઇ રહ્યા હતા. દરમિયાન વાઘોડિયા-વૃંદાવન ચોકડી પાસે ડમ્પરે ટુ વ્હીલર ચાલક મહિલાને અડફેટે (DUMPER ACCIDENT) લીધા હતા. આ ઘટનામાં મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિકો એકત્ર થઇ ગયા હતા. અને બેદરકાર ડમ્પર ચાલકની અટકાયત કરીને તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો. ભારદારી વાહનોથી અકસ્માતની ઘટનાઓ પર લગામ કસવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનો વધુ એક કિસ્સો સપાટી પર આવ્યો છે.

