VADODARA : લિસ્ટેડ બુટલેગરો વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
- વડોદરા પોલીસે ગુનાખોરી ડામવા માટે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું
- 8 લિસ્ટેડ બુલટેગરો વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી
- ગુનો નોંધાયા બાદ એક બુટલેગરની અટકાયત કરાઇ
VADODARA : વડોદરા (VADODARA) ના વારસીયા પોલીસ મથક (VARASIYA POLICE STATION - VADODARA) માં 8 લિસ્ટેડ બુટલેગરો વિરૂદ્ધ ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બુટલેગરો દ્વારા દારૂ સહિત જાતીય સતામણી, આર્મ્સ એક્ટ, શરીર સંબંધિ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. આખરે 8 વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ઇસમોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. આ વર્ષની શરૂઆતથી જ વડોદરા પોલીસ દ્વારા માથાભારે તત્વોને નાથવા માટે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેનો સિલસિલો આજદિન સુધી યથાવત છે.
કોની સામે ગુના નોંધાયા
વારસીયા પોલીસ દ્વારા અલ્પેશ ઉર્ફે અલ્પુ હરદાસમલ વાધવાણી (સિંધી), (રહે. સંતકવર કોલોની વારસીયા, વડોદરા, હરેશ ઉર્ફે હરી ચંદ્રકાંત બ્રહ્મક્ષત્રીય (રહે. એસ.કે કોલની વારસીયા, વડોદરા), કમલેશ ઉર્ફે પપ્પુ વિનોદભાઇ ડાવર (રહે. બેસીક રેસીડન્સી, ખોડીયારમગર વડોદરા), યશ મહેશભાઇ ચાવતા (રહે. સિંધુ પાર્ક સોસા. વારસીયા, વડોદરા), જુબેર સફીભાઇ મેમણ (રહે. મોગલવાડા, કીતાબઘરની પાછળ વાડી, વડોદરા), મોહીત ઉર્ફે બટકો પ્રકાશભાઇ મનવાણી (રહે. સંતકવર કોલોની, વારસીયા વડોદરા), ધર્મેશ ઉર્ફે ગોલુ ઇન્દ્રકુમાર સચદેવ (રહે. જગદીશ પાર્ક ફ્લેટ વારસીયા, વડોદરા), રવિ બીમનદાસ દેવજાણી (રહે. દાજીનગર સોસા. વારસીયા રોંગ રોડ, વડોદરા) વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
એકની અટકાયત કરાઇ
ઉપરોક્ત તમામ આરોપીઓ દ્વારા આર્થિક લાભના હેતુથી વિદેશી દારૂનું આયાત કરીને તેનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હતું. તેમના દ્વારા કમાયેલા નાણાં દેશના અર્થતંત્રને નુકશાન પહોંચાડે તેવા હતા. આ નાણાંમાંથી તેઓ અન્ય રાજ્યમાં ગુનાહિત ટોળકી દ્વારા ગુનાઓને અંજામ આપતા હતા. સાથે જ આર્મ્સ એક્ટ, શરીર સંબંધિ ગુનાઓ, બનાવટી દસ્તાવેજ, ખંડણી જેવા અનેક ગંભીર ગુનાઓ આચરવામાં તેમની સંડોવણી હતી. ઉપરોક્ત પૈકી કમલેશ ઉર્ફે પપ્પુ વિનોદભાઇ ડાવર (રહે. બેસીક રેસીડન્સી, ખોડીયારમગર વડોદરા) ની અટકાયત કરવામાં આવી છે.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
1) અલ્પેશ ઉર્ફે અલ્પુ હરદાસમલ વાધવાણી (સિંધી) વિરૂદ્ધ 55 ગુનાઓ અને 4 વખત પાસા
2) હરેશ ઉર્ફે હરી ચંદ્રકાંત બ્રહ્મક્ષત્રીય વિરૂદ્ધ 46 ગુનાઓ અને 6 વખત પાસા
3) કમલેશ ઉર્ફે પપ્પુ વિનોદભાઇ ડાવર વિરૂદ્ધ 22 ગુનાઓ અને 3 વખત પાસા
4) યશ મહેશભાઇ ચાવલા વિરૂદ્ધ 22 ગુનાઓ અને 1 વખત પાસા
5) જુબેર સફીભાઇ મેમણ વિરૂદ્ધ 66 ગુનાઓ અને 2 વખત પાસા
6) મોહીત ઉર્ફે બટકો પ્રકાશભાઇ મનવાણી વિરૂદ્ધ 13 ગુનાઓ અને 1 વખત પાસા
7) ધર્મેશ ઉર્ફે ગોલુ ઇનદ્રકુમાર સચદેવ વિરૂદ્ધ 14 ગુનાઓ અને 2 વખત પાસા
8) રવિ બીમનદાસ દેવજાણી વિરૂદ્ધ 20 ગુનાઓ અને 3 વખત પાસા
આ પણ વાંચો --- Vadodra : વરસાદી ગટરની કામગીરીમાં મોટા કૌભાંડનો પર્દાફાશ, કોંગ્રેસનો ભ્રષ્ટાચારનો આક્ષેપ