VADODARA : દુષ્કર્મ કેસનો આરોપી પૂર્વ ધારાસભ્યનો પૌત્ર 18 દિવસ બાદ ઝડપાયો
- નંદેસરી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત કાર્યવાહીમાં સફળતા મળી
- રાજનૈતિક સંબંધ ધરાવતા દુષ્કર્મના આરોપીની ધરપકડ
- લગ્નની લાલચ આપીને યુુવતિ પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું
VADODARA : વડોદરા ગ્રામ્યના (VADODARA RURAL) નંદેસરીમાં 21 વર્ષની યુવતિને લગ્નની લાલચ આપીને પૂર્વ ધારાસભ્ય (EX. MLA) ના પૌત્ર અનિરૂદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલે દુષ્કર્મ (RAPE CASE) આચરીને ગર્ભવતી કરી દીધી હતી. ત્યાર બાદ યુવતિનું બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવવામાં આવ્યું હતું. આખરે આ મામલો પોલીસ મથક પહોંચતા દુષ્કર્મના આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાગ નોંધાયાના 18 દિવસ બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને નંદેસરી પોલીસની સંયુક્ત ટીમો દ્વારા આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. જે બાદ આરોપીને કોર્ટમાં રજુ કરીને તેના બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
આ સિલસિલો વારંવાર ચાલ્યો
દુષ્કર્મ મામલે અનિરૂદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાયા બાદથી તે ફરાર હતો. દરમિયાન તેણે અત્રેની કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી. આ મામલે યુવતિનું કહેવું છે કે, બે વર્ષથી હું અનિરૂદ્ધસિંહના સંપર્કમાં હતી. ત્યાર બાદ તેણે મને અનગઢમાં મંદિર પાસે બોલાવી હતી. ત્યાર બાદ તેણે મારા પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ફરી ત્યાં બોલાવીને મારા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તે બાદ તે મને હોટલમાં લઇ ગયો હતો, જ્યાં લગ્ન કરવાનું વચન આપીને તેણે દુષ્કર્મ આચર્યું હતું. આ સિલસિલો વારંવાર ચાલ્યો હતો. ત્યાર બાદ હું ગર્ભવતી થતા મેં સુભાનપુરાની ખાનગી હોસ્પિટલમાંથી રિપોર્ટ કઢાવ્યો હતો. બાદમાં આ રિપોર્ટ અનિરૂદ્ધને બતાવ્યો હતો.
ઓળખ છુપાવવા માટે વાળ કપાવ્યા
પીડિતાએ વધુમાં કહ્યું કે, તે મને કહેતો કે બાળકના મગજમાં સમસ્યા છે, અને ગર્ભપાત અંગે જણાવ્યું હતું. જો કે, આ અંગે ઇનકાર કરતા અનિરૂદ્ધે તેણીને માર માર્યો હતો. બાદમાં આણંદમાં જઇને જબરદસ્તી ગર્ભપાત કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, 14, મે ના રોજ નંદેસરી પોલીસ મથકમાં ફરિચાદ નોંધાવી હતી. આખરે દુષ્કર્મના આરોપી અનિરૂદ્ધસિંહને નંદેસરી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ફાજલપુર પાસેથી દબોચી લીધો છે. પોતાની ઓળખ છુપાવવા માટે તેણે વાળ કપાવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટના બાદ પોલીસે આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
આ પણ વાંચો --- Vadodra: બરોડા ડેરીના એમડી અજય જોશીનું રાજીનામું મંજૂર, ધારાસભ્ય દ્વારા કરાયો કૌભાંડનો આક્ષેપ