ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : ઓર્ગેનિક વેસ્ટમાંથી મહિલાઓએ ગણેશજીની પ્રતિમા બનાવી, વિસર્જન બાદ છોડ ઉગશે

Vadodara : બહેનોએ શાકભાજી, પાંદડામાંથી ખાતર બનાવે છે અને એ ખાતરનો ઉપયોગ કરીને ગણેશજીની વિવિધ પ્રતિમા બનાવવામાં આવી છે.
02:16 PM Aug 28, 2025 IST | PARTH PANDYA
Vadodara : બહેનોએ શાકભાજી, પાંદડામાંથી ખાતર બનાવે છે અને એ ખાતરનો ઉપયોગ કરીને ગણેશજીની વિવિધ પ્રતિમા બનાવવામાં આવી છે.

Vadodara : NULM યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત વડોદરા (Vadodara) ના તરસાલી શરદ નગરની પરિશ્રમ સખી મંડળ (Sakhi Mandal - Vadodara) ની બહેનોએ યોજનાનો લાભ લઈને આજીવિકા મેળવી છે. જે અંતર્ગત બહેનોએ છાણા, ગાર્ડન વેસ્ટ, શાકભાજી વેસ્ટ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી તૈયાર કરેલી 250થી વધુ મૂર્તિઓને (Ganesh Idol From Organic Waste) વેચીને કમાણી કરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર વર્ષમાં આ બહેનોએ અંદાજે 450 જેટલી મૂર્તિઓનું વેચાણ કરી સરકારની યોજનાનો સફળ લાભ લીધો છે.

મોટી સફળતા મળી

તરસાલીના શરદ નગરની પરિશ્રમ સખી મંડળની બહેનો દ્વારા વર્ષ 2022થી સરકારની યોજનાનો લાભ લેવા સાથે ગણેશજીની મૂર્તિઓ બનાવી (Ganesh Idol From Organic Waste) તેને વિવિધ શહેરો અને અન્ય રાજ્યમાં તે વેચી આવક ઊભી કરી છે. જે એમની એક મોટી સફળતા છે. સખી મંડળની બહેનોએ શાકભાજી, પાંદડામાંથી ખાતર બનાવે છે અને એ ખાતરનો ઉપયોગ કરીને ગણેશજીની વિવિધ આકારની પ્રતિમા બનાવવામાં આવી છે.

પોતે પગભર થયા

ગણેશજીની મૂર્તિ 6 ઇંચથી 12 ઇંચ સુધીની પ્રતિમા તૈયાર કરવામાં આવતી હોય છે. જેની કિંમત રૂપિયા 600થી 1200 નક્કી કરવામાં આવી છે. સખી મંડળની બહેનોએ વર્ષ 2022માં 30, વર્ષ 2023માં 65, વર્ષ 2024માં 100 અને ચાલુ વર્ષ 2025માં અંદાજે 250થી વધુ ગણેશજીની મૂર્તિઓ બનાવીને એનું વડોદરા અને વડોદરા શહેર ઉપરાંત અન્ય રાજ્ય સુધી તેનું વેચાણ કરી પગભર થવામાં સફળતા મેળવી છે. મંડળના પ્રમુખ કનુબેને જણાવ્યું કે, બહેનોએ પર્યાવરણની સુરક્ષા (Ganesh Idol From Organic Waste) સાથે રોજગારીની પહેલ અંતર્ગત સરકારની યોજનાને સફળ પણ બનાવી છે અને મૂર્તિના વેચાણ થકી અત્યાર સુધી અંદાજે રૂપિયા 40,000 જેટલી આવક મેળવી પોતે પગભર થઈ છે.

ગણેશજીની મૂર્તિનું કુંડામાં વિસર્જન કરવા સાથે છોડ ઉગશે

તરસાલી શરદ નગર સ્થિત પરિશ્રમ સખી મંડળની બહેનોએ ગણેશજીની જે મૂર્તિ બનાવી છે તે સંપૂર્ણ ઓર્ગેનિક (Ganesh Idol From Organic Waste) છે અને ગણેશજીની મૂર્તિના હાથમાં જે લાડુ મૂકવામાં આવ્યો છે તેમાં એક બીજ છે. આ પ્રતિમાને તળાવમાં વિસર્જન કરવાની કોઈ જરૂરત નથી. ભક્ત જ્યારે પ્રતિમાને કુંડામાં વિસર્જિત કરે છે તો થોડા સમય બાદ આપોઆપ એ બીજ રોપા અને ત્યારબાદ છોડમાં રૂપાંતરિત થઈ જશે. આમ પર્યાવરણની જાળવણીનો એક સુંદર સંદેશ પણ નાગરિકોને મળવા સાથે પર્યાવરણને થતું મોટું નુકસાન અટકાવી શકાશે.

આ પણ વાંચો ----- Ganesh Chaturthi 2025 : ભગવાન ગણેશજીને પ્રિય એવા સંકટનાશન ગણેશ સ્તોત્રમ્ વિશે જાણો

Tags :
ganeshchaturthiGaneshIdolGujaratFirstgujaratfirstnewsOrganicWasteSakhiMandalVadodaraFemale
Next Article