ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : સરકારી શાળામાં પ્રથમ વખત ધો-9 માં અંગ્રેજી માધ્યમની શરૂઆત

VADODARA : બાળકોના શિક્ષણ સહિત આરોગ્ય અને વિકાસની જવાબદારી સંપૂર્ણપણે રાજ્ય સરકાર ખુબજ સારી રીતે ઉઠાવી રહી છે - ધારાસભ્ય
08:52 PM Jun 28, 2025 IST | PARTH PANDYA
VADODARA : બાળકોના શિક્ષણ સહિત આરોગ્ય અને વિકાસની જવાબદારી સંપૂર્ણપણે રાજ્ય સરકાર ખુબજ સારી રીતે ઉઠાવી રહી છે - ધારાસભ્ય

VADODARA : રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ (SHALA PRAVESHOTSAV) અને કન્યા કેળવણી મહોત્સવનો (KANYA KELAVANI MAHOTSAV) અંતિમ દિવસે વડોદરા શહેરમાં નિઝામપુરા વિસ્તારની પંડિત દીનદયાળ ઉપાધ્યાય અંગ્રેજી પ્રાથમિક શાળા ખાતેથી ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ (BJP MLA KEYUR ROKADIYA) કુલ ૧૫૩ બાળકોને પ્રવેશ આપવા સાથે જિલ્લાની સૌથી પહેલી અંગ્રેજી માધ્યમ શાળાના ધોરણ - 9 ના બાળકોના વર્ગખંડની રીબીન કાપીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

પહેલી જ બેચના આત્યાધુનિક સુવિધાથી સજ્જ વર્ગખંડ

શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ બાળવાડીના ૫૮, બાલવાટિકાના ૭૩, ધોરણ - ૧ માં ૨ અને ખાનગી શાળામાંથી આવેલ ૨૦ નવનામાંકિત બાળકોનો પ્રવેશ કરાવ્યો હતો. જ્યારે ધોરણ - ૯ ની પહેલી જ બેચના આત્યાધુનિક સુવિધાથી સજ્જ વર્ગખંડને બાળકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

વાલીઓએ બાળકોને નિયમિતપણે શાળામાં મોકલવા જોઈએ

પ્રવેશોત્સવ દરમ્યાન ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૭ માં આ શાળાની જિલ્લાની સૌથી પહેલી અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળા તરીકે શરૂ થઈ હતી. આજે આ શાળા એક વટવૃક્ષ સમાન બનતા બાળકો તેની છાયામાં બેસીને જ્ઞાનની પ્રાપ્તિ કરી રહ્યા છે. વધુમાં ઉમેરતાં ધારાસભ્યએ જણાવ્યું કે, બાળકોના શિક્ષણ સહિત આરોગ્ય અને વિકાસની જવાબદારી સંપૂર્ણપણે રાજ્ય સરકાર ખુબજ સારી રીતે ઉઠાવી રહી છે ત્યારે વાલીઓએ બાળકોને નિયમિતપણે શાળામાં મોકલવા જોઈએ.

શાળાની નવી ઇમારતનું પણ બાંધકામ થનાર છે

શિક્ષણ અધિકારી શ્રી મહેશ પાંડેએ જણાવ્યું કે, આ શાળામાં આજે ધોરણ ૯ (અંગ્રેજી) નો વર્ગખંડ પહેલી વાર ખુલ્લો મુકાયો છે. આવનાર દિવસોમાં આ શાળાની નવી ઇમારતનું પણ બાંધકામ થનાર છે. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રવેશ મેળવતા ભૂલકાઓને ગણવેશ અને શૈક્ષણીક કીટ આપીને પ્રવેશ અપાવ્યો હતો. આ સાથે એન.એમ.એમ.એસ. અને સી.ઇ.ટી. જેવી પરીક્ષાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાનાં બે વિદ્યાર્થીઓ દ્વારા અંગ્રેજી ભાષામાં સમગ્ર કાર્યક્રમનું સફળ રીતે સંચાલન કરવામાં આવ્યું હતું.

અગ્રણીઓ હાજર રહ્યા

આ શાળા પ્રવેશોત્સવ કોર્પોરેટર શ્રીમતી રશ્મિકાબેન વાઘેલા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય, વોર્ડના સભ્યશ્રીઓ, શિક્ષણ વિભાગના અધિકારીગણ, વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળાના શિક્ષકો અને સામાજિક આગેવાનોની હાજરીમાં યોજાયો હતો.

આ પણ વાંચો --- ગોધરામાં આયોજિત કાર્યક્રમમાં નહીં પહોંચી શકતા કેન્દ્રિય ગૃહમંત્રીએ દિલગીરી વ્યક્ત કરી

Tags :
9thadministrationDistricteducationeffortsEnglishfirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsmediumofStandardstartedVadodarawith
Next Article