ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : બ્રિજ દુર્ઘટનામાં અટકેલા ટેન્કરને હોટ એર બલુન ટેક્નોલોજીથી બહાર કાઢવાની તજવીજ

VADODARA : પ્રથમ ટ્રકનો આગળનો ભાગ ઉંચકી અને ત્યાર બાદ પાછળના ભાગથી ઉંચકીને તેને સ્થિર સ્થિતીમાં લાવવામાં આવશે - પ્રોફેસર
12:09 PM Aug 02, 2025 IST | PARTH PANDYA
VADODARA : પ્રથમ ટ્રકનો આગળનો ભાગ ઉંચકી અને ત્યાર બાદ પાછળના ભાગથી ઉંચકીને તેને સ્થિર સ્થિતીમાં લાવવામાં આવશે - પ્રોફેસર

VADODARA : વડોદરાના ગંભીરામાં બ્રિજનો એક ભાગ તુટી પડવાના કારણે દુર્ઘટના સર્જાઇ (GAMBHIRA BRIDGE TRAGEDY) હતી. આ દુર્ઘટનામાં એક ટેન્કર - ટ્રક આજે પણ બ્રિજ પર અધકચરો લટકેલો છે. જેને દુર કરવાનું મૂહુર્ત નીકળ્યું છે. ગતરોજ પોરબંદરની ટીમોએ આ ટેન્કરને દોરડા વડે ચોતરફથી બાંધી દીધો હતો. આ બ્રિજ જોખમી હોવાના કારણે ત્યાં સુધી ક્રેઇન લઇ જવું સલામત નથી. તેવામાં આ ટેન્કરને હોટ એર બલુન (HOT AIR BALLOON TECHNOLOGY) મારફતે બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ના પ્રોફેસર નિકુલ પટેલે મીડિયા સમક્ષ વાત કરી હતી. જો કે, આ વાતને લઇને હજીસુધી કોઇ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ શકી નથી.

ટ્રકને બે જગ્યાએથી બલુન સાથે સાંકળવામાં આવશે

મહારાજા સયાજીરાવ યુનિ.ના પ્રોફેસર નિકુલ પટેલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, સામાન્ય રીતે આપણે હોટ એર બલુન ફિલ્મોમાં જોયા છે. આ હોટ એર બલુનથી ગંભીરા બ્રિજ પરના અટકેલા ટ્રકને બહાર કાઢવાનું નક્કી કરવામાં આવ્યું છે, તેવું મારૂ માનવું છે. આમાં પ્રોપેન ગેસ ભરવામાં આવે છે. આ બ્રિજ પર હેવી ક્રેઇન લઇ જવાય તો અકસ્માત થઇ શકે છે. હોટ એર બલુનને નદી સુધી લઇ જઇ, ત્યાર બાદ તેમાં ગેસ ભરવામાં આવશે, પછી તેને ટેન્કરની સમકક્ષ લઇ જવામાં આવશે, જ્યાં તેને સ્થિર કરવામાં આવશે, ટ્રકને બે જગ્યાએથી બલુન સાથે સાંકળવામાં આવશે, પ્રથમ ટ્રકનો આગળનો ભાગ ઉંચકી અને ત્યાર બાદ પાછળના ભાગથી ઉંચકીને તેને સ્થિર સ્થિતીમાં લાવવામાં આવશે. અહિંયા એન્જિનિયરીંગને આર્કેમીડીઝ અને બાયો એન્ફોર્સ પ્રિન્સિપાલનો ઉપયોગ થશે, જે રીતે સબમરીન પાણી પર પણ તરે છે, અને પાણીની અંદર પણ જાય છે.

આ એક સંતુલિત પ્રયાસ હશે

તે ટેક્નોલોજીથી ટ્રકને ઉતારવામાં આવશે. તેનાથી ટ્રકમાં રાખેલા પદાર્થને કોઇ પણ નુકશાન નહીં થાય. આ ટ્રકનું આશરો વજન 1500 કિલો જેટલું હશે. એક બલુન આશરે 750 કિલો જેટલું વજર ખમી શકે છે. આ ટેન્કરના રેસ્ક્યૂ માટે બે બલુનનો ઉપયોગ કરવામાં આવનાર છે, જો તેને સારી રીતે ઓપરેટ કરવામાં આવશે, તો આ ટેન્કરને લિફ્ટ કરી શકાશે. આ એક સંતુલિત પ્રયાસ હશે, આ બલુનનો કોઇ પણ જગ્યાએ ઉપયોગ કરી શકાશે. બલુનને નદીના પટમાં એસેમ્બલ કરવામાં આવશે, આ બલુન થકી ટેન્કરને ઉંચકીને તેને પટમાં મુકવું હિતાવહ રહેશે. આ પ્રક્રિયામાં 4 કલાક જેટલો સમય લાગી શકે છે, યોગ્ય કો-ઓર્ડિનેશન સાથે કામ કરવામાં આવે તો સલામતી પૂર્વક ટેન્કરને બહાર કાઢી શકાશે.

આ પણ વાંચો ---- Gujarat Police : વર્ષોનો વિલંબ પરંપરા બની ગઈ, અધિકારી/કર્મચારીઓને 118 પોલીસ ચંદ્રક એનાયત કરાશે

Tags :
AIRballoonBridgegambhiraGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsHotMayRescueTankerTechnologyTragedyVadodarawith
Next Article