Vadodara : ચમત્કારી તાંત્રિક વિધીના નામે એકના ડબલ કરતી ટોળકીનો પર્દાફાશ , ₹30 લાખ સાથે 7 ઝડપાયા
- Vadodara : ચમત્કારી તાંત્રિક વિધીથી એકના ડબલ કરી 30 લાખની છેતરપિંડી
- પોલીસે 7 આરોપીઓ ઝડપી પાડ્યા, 30.68 લાખનો મુદ્દામાલ કબજે
Vadodara : વડોદરા જિલ્લાના શિનોર પોલીસે અંધશ્રદ્ધા અને કાળા જાદુનો ભોગ બનેલા ફરિયાદીની ફરિયાદના આધારે શિનોર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. એકના ડબલ કરી આપવાના નામે ચમત્કારી તાંત્રિક વિધી કરી 30 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર આંતરજિલ્લા ઠગ ટોળકીના કુલ 7 આરોપીઓને ઝડપી પાડી 30.68 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી આનંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પનસોરા ગામનો ઐયુબમીયા બચુમિયાં બેલીમ (ઉ.વ. 59) ઉર્ફે ગોપીનાથ બાપુ છે, જે પોતાને હિંદુ સાધુ તરીકે રજૂ કરી ભગવા કપડાં પહેરીને લોકોને છેતરતો હતો. તેણે ખોટું આધાર કાર્ડ પણ બનાવડાવ્યું હતું અને પકડાય તે પહેલાં પોતાનું સીમ કાર્ડ તોડી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.
Vadodara : 30 લાખ ડબલ કરવા ગયેલ વ્યક્તિ છેતરાઇ ગયો
ફરિયાદી નિલેશકુમાર ઓમપ્રકાશ અગ્રવાલ (રહે.બોડેલી, જિ. છોટાઉદેપુર)એ 8 નવેમ્બર 2025ના રોજ શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, આ ટોળકીએ તેમને વિશ્વાસમાં લઈને રૂ.30 લાખ આપ્યા બાદ તેને ચમત્કારી વિધીથી ડબલ કરી આપવાનું કહી ઠગી લીધા હતા. શિનોર પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. ગોહિલની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી અને 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આ અંગે જિલ્લા એસ પી સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ ફરિયાદના અનુસંધાને પોલીસે કાર્યવાહી કરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. તાંત્રિક વિધિના નામે પૈસા ડબલ કરવાની વાત કરી ફરિયાદીને છેતરવામાં આવ્યો હતો. ફરિયાદીના ઘરે આવીને તાંત્રિક વિધિ કરાવી ઔષધિ બાદ તે ડબલ કરવાની વાત કરી 30 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી આચરવામાં આવે છે. આ ફરિયાદી પાસેથી પૈસા પડાવવા માટેનું શડિયંત્ર રચવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં આઠ પૈકી સાત આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં વડોદરા ગ્રામ્યના એક એએસઆઈને ધરપકડ કરી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
ઝડપાયેલા આરોપીઓ
1. ઝાકીરહુસેન જશુભાઈ રાઠોડ (ઉ.વ. 50, નાના કરાળા, શિનોર)
2. દક્ષેશકુમાર મહેન્દ્રભાઈ ઠાકર (ઉ.વ. 49, નાના કરાળા, શિનોર)
3. ઐયુમિયા બચુમિયાં બેલીમ ઉર્ફે ગોપીનાથ બાપુ (ઉ.વ.59, પનસોરા, ઉમરેઠ, આણંદ)
4.મહમદ રિફાકત હુસેન બેલીમ (ઉ.વ.24, પનસોરા, ઉમરેઠ)
5. કંચનભાઈ ગોકળભાઈ રાઠવા (ઉ.વ. 48, હાલ શિનોર પોલીસ લાઇનમાં રહે છે)
6. દેવાંગભાઈ ચંદ્રવદન ભટ્ટ ઉર્ફે મહાદેવ (ઉ.વ. 42, રાજકોટ)
7. ભૌમિક અતુલભાઈ ઠાકર (ઉ.વ. 26, નાના કરાળા, શિનોર)
ફરાર આરોપી
- યાસીનમિયાં યાકુબમિયાં બેલીમ (પનસોરા, ઉમરેઠ, આણંદ)
કબજે કરાયેલ મુદ્દામાલ
- રોકડ રૂપિયા 3003000૩
- 8 મોબાઇલ ફોન (કિંમત રૂ. 40,000)
- 1 મોબાઇલ સ્માર્ટ ફોન (કિંમત રૂ. 25000)
- તાંત્રિક વિધિનો સામાન, ભગવા કપડાં, માળા, ઔષધી સહિત
- કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા 30,68,000
આ પણ વાંચો- Patan : ધારપુરમાંથી નકલી ઘીની મોટી ફેક્ટરી ઝડપાઈ, LCB-SOG-ફૂડ વિભાગે લાખોનો મુદ્દામાલ કબજે કર્યો


