VADODARA : ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાંથી શંકાસ્પદ માંસ મળવા મામલે મોટો ખુલાસો
- 30 એપ્રિલે વડોદરાના રેલવે સ્ટેશન પર કાર્યવાહી કરવામાં આવી
- બાતમીના આધારે ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ હાથ ધરાઇ
- તપાસમાં 16 કોથળા ભરેલું શંકાસ્પદ માંગ ઝડપાયું
- તાજેતરમાં આ અંગેનો એફએસએલ રિપોર્ટ સામે આવ્યો છે
VADODARA : વડોદરાના રેલવે સ્ટેશન (RAILWAY STATION - VADODARA) પરથી પસાર થતી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેન (GOLDEN TEMPLE EXPRESS TRAIN) માં શંકાસ્પદ માંસ (SUSPECTED MEAT) નો જથ્થો લઇ જવામાં આવતો હોવાની બાતમી મળતા તપાસ કરવામાં આવી હતી. 30, એપ્રિલના રોજ રાત્રે કરવામાં આવેલી તપાસ દરમિયાન પાર્સલ કરેલા 16 બોક્સ જપ્ત કરવામાં આવ્યા હતા. તેમાંથી અંદાજીત 1300 કિલો શંકાસ્પદ માંસ જપ્ત કરવામાં આવ્યું હતું. આ માંસ કયા પશુનું છે તે તપાસવા માટે તેને એફએસએલ તપાસમાં મોકલવામાં આવ્યું હતું. જેના ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. પાર્સલમાં મળેલું માંસ ગૌ વંશનું હોવાનું ખુલ્યું છે. આ માહિતી પ્રાણીન ફાઉન્ડેશનના નેહા પટેલ (PRANIN FOUNDATION - NEHA PATEL) દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.
સ્ટેશન પર રેલવે પોલીસ, ડી સ્ટાફ સહિતના જવાનો તૈનાત
30, એપ્રિલના રોજ અમૃતસરથી બોમ્બે સેન્ટ્રલ તરફ જતી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનમાં શંકાસ્પદ માંસનો જથ્થો લઇ જવામાં આવતો હોવાની બાતમી પ્રાણીન ફાઉન્ડેશનના નેહા પટેલને મળી હતી. જે બાદ તેઓ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. અને રેલવે સત્તાધીશો સમક્ષ બાતમી વર્ણવી હતી. તે બાદ વડોદરા રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ, ડી સ્ટાફ સહિતના જવાનો તૈનાત થઇ ગયા હતા.
આ માંસ ગૌ વંશનું હતું
ટ્રેન આવતા જ તેને રોકીને તેમાં તપાસ કરવામાં આવી હતી. અંદાજીત 20 મિનિટના સર્ચ બાદ તેમાંથી 16 પાર્સલ મળી આવ્યા હતા. આ તમામ પાર્લસમાં આશરે 1300 કિલો શંકાસ્પદ માંસ હોવાનું મળી આવ્યું હતું. જેથી તમામને જપ્ત કરવામાં આવ્યા હતા. તે બાદ આ માંસ કયા પશુનું છે, તે જાણવા માટે સેમ્પલને એફએસએલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેના પરિણામ અનુસાર, આ માંસ ગૌ વંશનું હતું. આ અંગેની માહિતી પ્રાણીન ફાઉન્ડેશનના નેહા પટેલ દ્વારા તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકવામાં આવી છે. સાથે જ તેમણે રેલવે પોલીસ તથા અલગ અલગ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી છે.
આ પણ વાંચો --- VADODARA : ફાયરના હાઇડ્રોલિક પ્લેટફોર્મને ઉંદરે કોતરી કાઢતા મોટા ખર્ચનું ભારણ


