Vadodara : વાઘોડિયા ફાયરિંગ કેસનો ભેદ ઉકેલાયો, વેપારીની હત્યાના ઇરાદે સમગ્ર કાવતરું ઘડાયું હોવાનું તપાસમાં સામે આવ્યું
Vadodara ના વાઘોડિયા ચોકડી પાસે વેપારી આશિષ બકોલિયા પર થયેલા ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે જેમાં છત્તીસગઢના ભીલાઈથી બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી. ઝડપાયેલા આરોપીઓ ગુરજીત સિંઘ ભઠ્ઠી અને વિક્રમ પ્રતાપ સિંહ હોવાનું સામે આવ્યું.
Advertisement
Vadodara : વિદેશમાં થયેલા જૂના વિવાદની અદાવતમાં હુમલાનું કાવતરું રચાયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે અને બિહારથી દેશી પિસ્તોલ લાવી વેપારી પર ફાયરિંગ કર્યું, હુમલા બાદ બંને આરોપીઓ થયા હતા ફરાર અને ઘટનાના ચાર દિવસ અગાઉ બંને વડોદરા આવી આશિષની રેકી કરી હતી અને સોસાયટીના ફૂટેજ અને હોટલના આધારકાર્ડ સહિતના પુરાવાથી આરોપીઓ સુધી પોલીસ પહોંચી.

