Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

VADODARA : સાવલી અને સુરેન્દ્રનગરમાં 14 મતદારના નામો સરખા હોવાના આરોપથી ખળભળાટ

VADODARA : આ નામોના ચૂંટણીકાર્ડ રદ કરવા માટે વર્ષ 2023 માં અરજી કરવામાં આવી હતી, જો કે, આજની સ્થિતીએ કોઇ સુધારો થયો નથી
vadodara   સાવલી અને સુરેન્દ્રનગરમાં 14 મતદારના નામો સરખા હોવાના આરોપથી ખળભળાટ
Advertisement
  • ગ્રામપંચાયતની ચૂંટણી પહેલા સનસનીખેજ આરોપ
  • જુના સમયાલા અને લખતરમાં એક નામથી મતદારો રજીસ્ટર્ડ હોવાનો આરોપ
  • ચૂંટણી અધિકારીએ આ ગંભીર મામલે કંઇ પણ કહેવાનું ટાળ્યું

VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) ના 247 સામાન્ય અને 84 પેટા મળીને કુલ 331 ગ્રામ પંચાયતો (GRAM PANCHAYAT ELECTION) માટે 22 જુનના રોજ મતદાન થવા જઇ રહ્યું છે. તે પહેલા સાવલીના જુના સમલાયા ગામના પંચાયતના ઉમેદવારે તેમના વોર્ડ નં - 6 માં મતદાર યાદીમાં 14 બોગસ મતદાર (BOGUS VOTERS) હોવાનો આરોપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમનો આરોપ છે કે, સાવલીના સમલાયા અને સુરેન્દ્ર નગરના લખતરની મતદાર યાદીમાં 14 નામો સરખા જણાઇ આવે છે. આ નામોના ચૂંટણીકાર્ડ રદ કરવા માટે વર્ષ 2023 માં અરજી કરવામાં આવી હતી. જો કે, બે વર્ષ બાદ પણ આ બોગસ મતદારોના ચૂંટણી કાર્ડ રદ કરવામાં નહીં આવ્યા હોવાનો આરોપ તેમણે લગાવ્યા છે. અને ચૂંટણી તંત્ર સામે સવાલો ઉભા કર્યા છે. આ મુદ્દે મીડિયા મારફતે સામે આવ્યું કે, ચૂંટણી અધિકારી દ્વારા અરજી ઉમેદવાર દ્વારા કરવામાં આવેલી અરજી સંદર્ભે તપાસ કર્યા બાદ જ કોઇ નિવેદન આપવામાં આવનાર છે.

Tags :
Advertisement

.

×