ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વડોદરા : જાહેર માર્ગ પર બે બાળકીઓને વાલીએ આપ્યું ટુ-વ્હીલરનું સ્ટેરિંગ, જુઓ Video

રાજ્યમાં રોડ અકસ્માત જાણે સામાન્ય વાત બની ગઇ છે. ત્યારે હવે માતા-પિતાની ફરજમાં આવે છે કે પોતાના બાળકોને કેટલાક દિવસોમાં થઇ રહેલા આવા રોડ અકસ્માત વિશે જાણકારી આપી તેમને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું શીખવે. પરંતુ એવું લાગી રહ્યું છે કે,...
05:18 PM Aug 22, 2023 IST | Hardik Shah
રાજ્યમાં રોડ અકસ્માત જાણે સામાન્ય વાત બની ગઇ છે. ત્યારે હવે માતા-પિતાની ફરજમાં આવે છે કે પોતાના બાળકોને કેટલાક દિવસોમાં થઇ રહેલા આવા રોડ અકસ્માત વિશે જાણકારી આપી તેમને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું શીખવે. પરંતુ એવું લાગી રહ્યું છે કે,...

રાજ્યમાં રોડ અકસ્માત જાણે સામાન્ય વાત બની ગઇ છે. ત્યારે હવે માતા-પિતાની ફરજમાં આવે છે કે પોતાના બાળકોને કેટલાક દિવસોમાં થઇ રહેલા આવા રોડ અકસ્માત વિશે જાણકારી આપી તેમને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું શીખવે. પરંતુ એવું લાગી રહ્યું છે કે, તેઓ ટ્રાફિકના નિયમોને શીખવાડવાની જગ્યાએ કેવી રીતે જાહેર માર્ગો પર સ્ટંટ કરી શકાય તેવું શીખવાડવામાં વધુ રસ ધરાવે છે. જીહા, આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમા વાલી પોતે બાળકને સ્ટંટ કેવી રીતે કરી શકાય તે શીખવી રહ્યા છે.

જાહેર માર્ગ પર બાળકીએ સંભાળ્યું સ્ટેરિંગ

તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે જેમા એક વાલી તેના બાળકને જાહેર માર્ગ પર વાહનનું સ્ટેરિંગ સંભાળવા માટે આપી દે છે. અને તે પોતે પાછળ બેસીને મોબાઈલ પર વાત કરતા જોવા મળે છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે, જ્યા સુધી ચાર રસ્તા નથી આવતા ત્યા સુધી તે પાછળ બેસીને સ્ટેરિંગ બાળકીને આપી દે છે અને તે બિંદાસ્ત પાછળ બેસીને મોબાઈલ ઓપરેટ કરે છે. વળી આવો એક અન્ય વીડિયો પણ સામે આવ્યો છે જેમા પણ આવી જ ઝલક જોવા મળી રહી છે. જેમા બાળકી વાહન ચલાવી રહી છે અને તેના વાલી પાછળ બેઠા છે. અહીં સૌથી મોટી વાત છે કે, જ્યા આજે આપણે ગુજરાતમાં એક પછી એક અકસ્માતની ઘટના થતા જોઇ રહ્યા છીએ, ત્યારે પોતાના બાળકોને ટ્રાફિક નિયમો શીખવાડવાની જગ્યાએ લોકો તેમને જાહેર માર્ગ પર એક રીતે સ્ટંટ કરતા શીખવાડી રહ્યા છે. આ કેટલું જોખમી બની શકે છે તે બાળકીને તો ખબર નથી પણ પાછળ બેસેલા વાલી તો જાણે છે કે જો એક ક્ષણ માટે પણ બેલેન્સ ગુમાવ્યું તો આરામની સવારી એક મોટી અકસ્માતમાં પરિવર્તિત થઇ શકે છે.

વડોદરા પોલીસ કરશે કોઇ કાર્યવાહી ?

અમદાવાદમાં બનેલી ભયાનક અકસ્માતની ઘટના બાદ અમદાવાદ સહિત રાજ્યભરની પોલીસ એક્શન મોડમાં આવી ગઇ હતી. વળી આ બનાવના કારણે વડોદરામાં પણ ઓવરસ્પીડ વાહનો ચલાવતા ચાલકો સામે પોલીસે લાલઆંખ કરી છે અને આવા તત્વોને પકડવા માટે રોજ ઝુંબેશ ચાલુ રાખવામાં આવનાર છે. પરંતુ જે રીતે આ બે બાળકીનો વાહન ચલાવતો વીડિયો વાયરલ થયો છે તે જોઇને હવે વડોદરા પોલીસ શું કાર્યવાહી કરશે તો હવે જોવું રહ્યું.

આ પણ વાંચો - Gandhinagar : નશામાં ધૂત પોલીસ પુત્રએ સર્જ્યો અકસ્માત, બેફામ ડ્રાઇવિંગ કરી મહિલાને લીધી અડફેટે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Activa in Vadodaragirl drivingIsckon Bridgepublic roadroad accidentsteaching stuntVadodara NewsVadodara Stuntviral video
Next Article