ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara Harani Case Update : હરણી હત્યાકાંડ મુદ્દે વડોદરા પાલિકા ઊંઘતી ઝડપાઈ

Vadodara Harani Case Update : હરણી હત્યાકાંડ મુદ્દે વડોદરા પાલિકા પર એકવાર ફરી સવાલો ઉભા થયા છે. જણાવી દઇએ કે, લોક ઝોન સંચાલકોની વધુ એક બેદરકારી સામે આવી છે. લોક ઝોનમાં લગાવેલા એક CCTV સિવાયના તમામ CCTV બંધ હાલતમાં હોવાનું...
01:03 PM Jan 23, 2024 IST | Hardik Shah
Vadodara Harani Case Update : હરણી હત્યાકાંડ મુદ્દે વડોદરા પાલિકા પર એકવાર ફરી સવાલો ઉભા થયા છે. જણાવી દઇએ કે, લોક ઝોન સંચાલકોની વધુ એક બેદરકારી સામે આવી છે. લોક ઝોનમાં લગાવેલા એક CCTV સિવાયના તમામ CCTV બંધ હાલતમાં હોવાનું...

Vadodara Harani Case Update : હરણી હત્યાકાંડ મુદ્દે વડોદરા પાલિકા પર એકવાર ફરી સવાલો ઉભા થયા છે. જણાવી દઇએ કે, લોક ઝોન સંચાલકોની વધુ એક બેદરકારી સામે આવી છે. લોક ઝોનમાં લગાવેલા એક CCTV સિવાયના તમામ CCTV બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. સંચાલકોને પાલિકાના ચેકિંગનો પણ ડર ન હોવાનો ખુલાસો થયો છે.

લેક ઝોન સંચાલકોની વધુ એક બેદરકારી સામે આવી

વડોદરાના વાઘોડીયા રોડ પર આવેલી ન્યૂ સનરાઇઝ સ્કુલના 1થી 6 ધોરણમાં અભ્યાસ કરતાં બાળકો ગુરુવારે બપોરે મોટનાથ તળાવ સ્થિત ફન ટાઇમ અરેના પાર્ક ખાતે પિકનીક માટે આવ્યા હતા.  તે સમયે ફન પાર્કના CCTV માં તેઓ કેદ થઇ ગયા હતા. પોતાના શિક્ષકોની સૂચના મુજબ આ બાળકો કતારમાં ઉભા રહીને એક પછી એક ફન પાર્કમાં પ્રવેશી રહ્યા હોય તેવા CCTV ફૂટેજ બહાર આવ્યા હતા. આ CCTV ફૂટેજમાં માસૂમ બાળકો ખુશ થઇને મજા માણવા જઇ રહ્યા હોય તેવું જોવા મળે છે પણ કોને ખબર હતી કે આ બાળકો પૈકી ઘણા બાળકો હવે પાછા જોવા મળવાના નથી. હવે આ પછી જે થયું તે જાણવા માટે પોલીસને અન્ય CCTV કેમેરાની જરૂર હતી. પણ પોલીસની તપાસમાં સામે આવ્યું કે, આ કેસના સૌથી વધુ મહત્વના પુરાવા લેક ઝોનમાં ફિટ કરવામાં આવેલા CCTV ના ફૂટેજ પરથી મળી શકે તેમ હતું. કારણ કે CCTV કેમેરા બંધ હાલતમાં છે. જો CCTV ચાલુ હાલતમાં હોત તો પોલીસનું કામ ઘણું આસાન થઈ ગયું હોત.

પોલીસ તપાસમાં મોટાભાગની વસ્તુઓ ખામીયુક્ત

સવાલ એ ઉભો થાય છે કે, અહીં જે ક્ષતિ પોલીસને દેખાઈ એ ક્ષતિ પાલિકાના કટકી બાજ અધિકારીઓ ને ન દેખાઈ. પોલીસ તપાસમાં મળેલી મોટાભાગની વસ્તુઓ ખામી યુક્ત જોવા મળી છે. આ લેક ઝોન સંચાલકોને પાલિકાના આકસ્મિક ચેકીંગનો પણ ડર ન હોવાનો ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં તે પણ સામે આવ્યું છે કે, બોટમાંથી નીચે ઉતારવાના સ્થળે બાળકોને બેસાડવામાં આવ્યા હતા.  હવે સવાલ અહીં એ ઉભો થાય છે કે, શું CCTV બંધ મામલે પોલીસ સંચાલકો સામે વધુ એક ગુનો દાખલ કરશે કે શું ?

આ બાળકોના છેલ્લા CCTV કાળજુ કંપાવી દે છે

હરણી લેક દુર્ઘટનામાં 2 શિક્ષીકા અને 13 બાળકો મળીને 15 નિર્દોષના ભોગ લેવાયા છે જ્યારે અન્ય 15 બાળકો તથા શિક્ષકો સહિત 17 નું રેસ્ક્યું કરવામાં આવ્યું છે અને તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ બાળકોના છેલ્લા સીસી ટીવી કાળજુ કંપાવી દે છે. ભલભલાની આંખમાં આસું આવી જાય તેવી આ ઘટના છે. લેકઝોનમાં 27 બાળકોને એક જ બોટમાં બેસાડી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરાયુ હતું અને તેના કારણે જ આ દુર્ઘટના સર્જાઇ છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો...

આ પણ વાંચો - Vadodara : ‘હરણી હત્યાકાંડ’માં 6 આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર

આ પણ વાંચો - Vadodara : ‘હરણી હત્યાકાંડ’ ના પડઘા સુપ્રીમ કોર્ટમાં! ગુજરાત HC ના વકીલે અરજીમાં કરી આ માગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Gujarat FirstGujarat High CourtGujarati NewsHarani Case UpdateHarani LakeHARNI LAKELife JacketsMandviMandvi Beachnew sunrise schoolpoliceSupreme CourtUtkarsh DaveVadodaraVadodara CollectorVadodara Harani Case UpdateVadodara NewsWaghodia Road
Next Article