Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : હરણીમાં મોટા ભાગની સોસાયટીમાં લાઇટો ગુલ, વગર વરસાદે પુરવઠો ખોટકાયો

VADODARA : ગતરોજ વરસાદ કે વાવાઝોડા જેવું કંઇ ના હોવા છતાં શહેરના હરણી વિસ્તારમાં વિજળી ગુલ થઇ હતી, જેમાં લોકો પરેશાન થયા હતા
vadodara   હરણીમાં મોટા ભાગની સોસાયટીમાં લાઇટો ગુલ  વગર વરસાદે પુરવઠો ખોટકાયો
Advertisement
  • વડોદરાના હરણીમાં મોડી રાતથી વહેલી સવાર સુધીમાં લાઇટો ગુલ
  • સ્થાનિકો આખી રાત ગરમીમાં શેકાતા રોષે ભરાયા
  • વિજ કંપનીના અધિકારી મળતા બરાબરનો ઉધડો લઇ નાંખ્યો

VADODARA : વડોદરા (VADODARA) ના હરણી વિસ્તારમાં (HARNI AREA) આવેલી મોટા ભાગની સોસાયટી - ફ્લેટમાં ગતમોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ લાઇટો ગુલ થઇ ગઇ (ELECTRICITY CUT) હતી. સામાન્ય રીતે વરસાદ કે વાવાઝોડા સમયે વિજળી ગુલ થતી હોય છે. પરંતુ ગઇ કાલે એવું કશું થયું ન્હતું, છતાં વિજળી ગુલ થતા વહેલી સવાર સુધીમાં લોકો ગરમીમાં શેકાયા હતા. આ તકે વિજ કચેરીએ પહોંચેલા સ્થાનિકોના હાથે અધિકારી લાગતા તેનો બરાબરનો ઉધડો લઇ નાંખ્યો હતો. સ્થાનિકોની ઉગ્ર દલીલો સામે અધિકારીએ શાંત સ્વરે જણાવ્યું કે, તમારી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે. નવી લાઇન નાંખવામાં આવશે. સુત્રોએ ઉમેર્યું કે, 12 વાગ્યાથી લાઇટો ગુલ થયા બાદ વહેલી સવારે પાંચ વાગ્યા સુધી વિજ પુરવઠાના કોઇ ઠેકાણા ન્હતા. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા મારફતે સપાટી પર આવ્યો છે.

Advertisement

હમણાં ચાર્જ સંભાળ્યો છે

વડોદરામાં સામાન્ય રીતે વરસાદ કે વાવાઝોડા સમયે વિજળી ગુલ થવાની ઘટનાઓ બનતી હોય છે. જો કે, તે બાદ થોડાક કલાકોમાં વિજળી પરત આવી જતી હોય છે. પરંતુ ગતરોજ વરસાદ કે વાવાઝોડા જેવું કંઇ ના હોવા છતાં શહેરના હરણી વિસ્તારમાં વિજળી ગુલ થઇ હતી. હરણીની મોટા ભાગની સોસાયટીમાં રાત્રે 12 વાગ્યે અચાનક વિજળી ગુલ થઇ ગઇ હતી. કલાકો વિત્યા છતાં વિજળી પરત નહીં આવતા સ્થાનિકો એકત્ર થઇને વિજ કચેરીએ પહોંચ્યા હતા. વિજ કચેરીએ સ્થાનિકોનો ભેટો અધિકારીને થતા તેમણે પહેલા જ કહી દીધું કે, હમણાં ચાર્જ સંભાળ્યો છે.

Advertisement

હરણી વિસ્તારની દશા બેઠી છે

બાદમાં આક્રોશિત સ્થાનિકોએ પોતાની વાત મુકતા કહ્યું કે, તમે ચાર્જમાં આવ્યા છો, તો આ હરણી વિસ્તારનું જોજો, અને સમસ્યાનું નિવારણ લાવજો. તમારે જે કરવું હોય તે કરો અમને હેરાન ના કરો. હવે આ કાયમની સમસ્યા થઇ ગઇ છે. હરણી વિસ્તારની દશા બેઠી છે, સહેજ પવન આવે કે બે ઝાપટા પડે તરત જ લાઇટો જતી રહે છે, અધિકારીઓ શું કરી રહ્યા છે..!

નવી લાઇન નાંખવામાં આવશે

બીજી તરફ સ્થાનિકોના આક્રોષ ઠાલવ્યા બાદ અધિકારીઓ કહ્યું કે, મેં હમણાં ચાર્જ સંભાળ્યો છે. તમારી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે. નવી લાઇન નાંખવામાં આવશે, આ અંગે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવનાર છે. જો કે, સ્થાનિકો દ્વારા ટેન્ડર પ્રક્રિયા બાદ સમયસર કામગીરી પૂર્ણ થવા અંગે અવિશ્વાસ દર્શાવ્યો હતો.

આ પણ વાંચો --- VADODARA : દુષ્કર્મ કેસનો આરોપી પૂર્વ ધારાસભ્યનો પૌત્ર 18 દિવસ બાદ ઝડપાયો

Tags :
Advertisement

.

×