VADODARA : ટ્રાન્સપોર્ટ ઓફિસમાં દારૂ ભરેલી ડોલો ઝડપાઇ, આરોપી વોન્ટેડ
- નવી તરકીબ અજમાવીને દારૂની હેરાફેરી પકડાઇ
- હરણી પોલીસે બાતમીના આધારે કરી કાર્યવાહી
- સમગ્ર મામલે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે
VADODARA : વડોદરાના ગોલ્ડન ચોકડી પાસે આવેલી જાણીતી હોટલ સંગમ પાછળ આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ડોલમાં પેકીંગ કરીને દારૂની બોટલો મુકી રાખવામાં આવી હતી. આ અંગે હરણી પોલીસને બાતમી મળતા જ ખાનગી વાહનમાં ટીમો સ્થળ પર પહોંચી હતી. અને દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે હરણી પોલીસ મથકમાં પ્રોહીબીશનની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
ખાનગી વાહનમાં ટીમ રવાના થઇ
વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે જાણીતી સંગમ હોટલ આવેલી છે. તેની પાછળ આવેલી કે. પી. ટ્રાન્સપોર્ટમાં પ્લાસ્ટીકની ડોલમાં પેકીંગ કરીને ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હતો. આ અંગેની જાણ હરણી પોલીસને થતા તુરંત ખાનગી વાહનમાં ટીમ રવાના થઇ હતી. ટીમે સ્થળ પર જઇને તપાસ કરતા પ્લાસ્ટીકની ડોલોમાંથી પેકીંગ કરીને મુકી હરિયાણાથી આવેલો દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ મુદ્દામાલની ગણતરી કરતા તે રૂ. 4.22 લાખનો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે બુટલેગરની ચાલાકીને ઉંધી પાડી
ઉપરોક્ત કાર્યવાહીમાં હરણી પોલીસ મથકમાં પ્રોહીબીશન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે જશવંતભાઇ ભગવાનભાઇ ડાભી (રહે. વિનાયક રેસીડેન્સી, વડોદરા) અને દારૂ મોકલનાર વિવેક એન્ટરપ્રાઇઝ (સરકપુર, પંચકુલા, હરિયાણા) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આમ, હરણી પોલીસે બુટલેગરની ચાલાકીને ઉંધી પાડી દીધી હતી.
આ પણ વાંચો --- VADODARA : કોર્ટ પરિસરમાં વકીલ જોડે માથાકુટ કરનાર PI-કોન્સ્ટેબલની બદલી