VADODARA : નોકરી પર જતા માતા પુત્રને કાર ચાલકે ફંગોળ્યા, મહિલાની હાલત ગંભીર
- સવારે નોકરી પર જતા માતા-પુત્રને કાર ચાલકે ફંગોળ્યા
- મહિલા આઇસીયુમાં સારવાર હેઠળ છે
- સમગ્ર મામલે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે
VADODARA : વડોદરા (VADODARA) માં સવારે બાઇક પર નોકરી પર જતા માતા-પુત્રને કાર ચાલકે ગેંડા સર્કલ પાસે ફંગોળ્યા હતા. જેને પગલે બંને ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં મહિલાને ગંભીર ઇજાઓ થતા તેઓને ગોત્રી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે યુવકને માથાના ભાગે ઇજા થતા તે સારવાર હેઠળ છે. ઘટનાને પગલે લોકો દોડી આવ્યા હતા. અંગે ગોરવા પોલીસને જાણ થતા કાર ચાલક વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ મામલે 81 વર્ષિય કાર ચાલક પોલીસ મથકે હાજર થયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
અકસ્માતની ઘટનાના સીસીટીવી હાલ સામે આવ્યા
સમગ્ર મામલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, વડોદરાના સર્કિટ હાઉસમાં ભાનુબેન સફાઇ કામદાર તરીકે કામ કરે છે, અને તેમનો પુત્ર સંદિપ સારાભાઇ કેમ્પસમાં પટાવાળાની નોકરી કરે છે. તાજેતરમાં માતા-પુત્ર બંને સવારે 8 વાગ્યે બાઇક પર કામ અર્થે નીકળ્યા હતા. દરમિયાન પોણા આઠ વાગ્યે સંદિપે પોતાના મોટા ભાઇને ફોન કરીને અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું. અકસ્માતની ઘટનાના સીસીટીવી હાલ સામે આવ્યા છે. જેમાં કારની ટક્કરે માતા-પુત્ર ફંગોળાતા નજરે પડે છે. આ ઘટનામાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓ આઇસીયુમાં સારવાર હેઠળ છે.
અકસ્માત સર્જ્યા બાદ તેઓ પોલીસ મથકે હાજર થઇ ગયા
સમગ્ર મામલે અકસ્માત સર્જનાર કાર ચાલક 81 વર્ષિય વૃદ્ધ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ તેઓ પોલીસ મથકે હાજર થઇ ગયા હતા. કાર ચાલક વિરૂદ્ધ ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ ગોરવા પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે
આ પણ વાંચો --- VADODARA : 10 દિવસ પૂર્વે રૂ. 3.34 કરોડના ખર્ચે બનેલો રોડ ખોદી કઢાયો