VADODARA : રક્ષિતકાંડમાં પ્રાંશુ ચૌહાણની કસ્ટડી માટે સરકાર તરફે દલીલો પૂર્ણ
- ચકચારી રક્ષિતકાંડમાં પ્રાંશુની કસ્ટડી મામલે બચાવ પક્ષ રજુઆત કરશે
- ઘટના સમયે રક્ષિત અને પ્રાંશુ ગાંજાના નશામાં ચૂર હોવાનું સપાટી પર આવ્યું હતું
- અકસ્માતની ઘટના સમયે રક્ષિતની બાજુમાં પ્રાંશુ ચૌહાણ બેઠો હતો
VADODARA : હોલિકા દહનની રાત્રે વડોદરા (VADODARA) શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગાંજાના નશામાં રક્ષિત ચૌરસિયા (RAKSHIT CHAURASIYA) એ અનેક વાહનોને અડફેટે લીધા હતા. આઘટના સમયે તેની બાજુમાં તેનો મિત્ર પ્રાંશુ ચૌહાણ (PRANSHU CHAUHAN) બેઠો હતો. આ કેસમાં અધિક ચીફ જ્યુ. મેજિ. દ્વારા પ્રાંશુ ચૌહાણને છોડી મુકવાનો આદેશ આપ્યો હતો. જેની સામે સરકારે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરીને પ્રાંશું ચૌહાણની કસ્ટડી માંગી છે. આ મામલે સરકાર તરફે રજુઆત કરવામાં આવી કે, જીવલેણ અક્સમાતનો ગુનો નોંધાયો છે. તેમાં આજીવન કેસ સુધીની સજાની જોગવાઇ છે. અકસ્માત પહેલા રક્ષિત અને પ્રાંશુ બંનેએ ગાંજો પીધો હતો. રક્ષિતે કાર ચલાવી હતી, અને પ્રાંશુ તેની બાજુમાં બેઠો હતો.
મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇ દ્વારા ધારદાર રજુઆત કરાઇ
વડોદરામાં હોલિકા દહનની રાત્રે ચકચારી હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. ગાંજાના નશામાં ચૂર રક્ષિત ચૌરસિયાની કારની ટક્કરે અનેક વાહનો આવ્યા હતા. આ ઘટના સમયે તેનો મિત્ર પ્રાંશુ ચૌહાણ તેની બાજુમાં બેઠો હતો. ઘટના બાદ પોલીસે બંનેની ધરપકડ કરી હતી. આ મામલે પ્રાંશુને કોર્ટમાં રજૂ કરવામાં આવતા આ ગુનામાં તેની સંડોવણી ના જણાતા કોર્ટે તેને છોડી મુક્યો હતો. આ મામલે પ્રાંશુની કસ્ટડી મેળવવા માટે સરકાર દ્વારા રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇ દ્વારા ધારદાર રજુઆત કરવામાં આવી હતી.
આદેશ રદ કરીને પ્રાંશુની કસ્ટડી પોલીસને આપવી જોઇએ
તેમણે રજુઆત કરતા કહ્યું કે, જે રીતે દારૂ પીવા પર પ્રતિબંધ છે, તેમ ગાંજો પીવા પર પણ પ્રતિબંધ છે. પ્રાંશુ ઘણા સમયથી ડ્રાઇવીંગ કરે છે. તે જાણે છે કે, ગાંજો પીને ડ્રાઇવીંગ કરવાથી જીવલેણ અકસ્માત થઇ શકે છે. છતાં તેણે રક્ષિતને કાર ચલાવવા માટે આપી હતી. પ્રાંશુની ધરપકડ બાદ તેને છોડી મુકવામાં આવ્યો હતો. તે આદેશ રદ કરીને પ્રાંશુની કસ્ટડી પોલીસને આપવી જોઇએ. આ મામલે સરકાર તરફે દલીલો પૂર્ણ થઇ ગઇ છે, તે બાદ હવે બચાવ પક્ષ પોતાની દલીલો રજુ કરશે, તેમ જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : મેરાકૂવા દૂધ મંડળીના પ્રમુખ અને મંત્રી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ