VADODARA : ઝડપાયેલા બિનઅધિકૃત બાંગ્લાદેશી પૈકી ત્રણ મહિલાઓ દેહવેપાર સક્રિય
- વડોદરામાં ઝડપાયેલા બિનઅધિકૃત બાંગ્લાદેશીની સઘન પુછપરછ જારી
- પુછપરછમાં ત્રણ મહિલાઓ દેહવેપારમાં ધકેલાઇ હોવાનું સામે આવ્યું
- અન્ય 15 છુટ્ટક મજુરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોવાનું જણાવી રહ્યા છે
- પોલીસ કાર્યવાહીથી બચવા તેઓ સતત પોતાનું સ્થળ બદલી રહ્યા છે
VADODARA : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા (PAHALGAM TERROR ATTACK) બાદ દેશભરમાં બિનઅધિકૃત રીતે રહેલા બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકો વિરૂદ્ધ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જે બાદ વડોદરા (VADODARA) માં કરાયેલી ઝૂંબેશમાં 18 બિનઅધિકૃત બાંગ્લાદેશી (ILLEGAL BANGLADESHI) મળી આવ્યા છે. તે પૈકી એક ડઝન મહિલા છે, તેમાંથી ત્રણ મહિલાઓ દેહવેપારના ધંધામાં સક્રિય હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ લોકો બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ઘૂસતા હતા, તેમનું આધારકાર્ડ કોલકત્તામાં બનતું હતું. ત્યાર બાદ તેઓ છુટા છવાયા વિખેરાઇ જતા હતા.
15 છુટ્ટક મજુરી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા
વડોદરા પોલીસ દ્વારા બિનઅધિકૃત રીતે રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકો વિરૂદ્ધમાં ઝૂંબેશ શરૂ કરી છે. જેમાં અત્યાર સુધીમાં 18 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. આ લોકો ઝૂંપડામાં પરિવાર સાથે રહેતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. ઝીણવટભરી પુછપરછ કરતા 18 પૈકી ત્રણ મહિલાઓ દેહવેપારમાં સક્રિય હોવાનું સામે આવ્યું છે. તે સિવાયના 15 છુટ્ટક મજુરી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોવાનું જણઆવી રહ્યા છે. ચોંકાવનારી વાત છે કે, પાકિસ્તાની નાગરિકો પાસેથી તેમના દેશની નાગરિકતાના પુરાવાની સાથે ભારતના આધારકાર્ડ પણ મળી આવ્યા છે.
મહત્તમ રૂ. 1500 થી વધુ રકમ મળી ન્હતી
તપાસ દરમિયાન સામે આવ્યું કે, તમામ બોર્ડર ક્રોસ કરીને ભારતમાં આવ્યા છે. આ બદલ એજન્ટ તેમની પાસેથી રૂ. 15 થી 25 હજાર વસુલે છે. બાદમાં તેમને પહેલા કોલકત્તામાં રાખવામાં આવે છે. જ્યાં તેમના આધારકાર્ડ તૈયાર કરવામાં આવે છે. બાદમાં અલગ અલગ શહેરોમાં મજુરી કામ અર્થે મોકલી આપવામાં આવે છે. વડોદરામાં મળી આવેલા મોટા ભાગના બાંગ્લાદેશી છુટ્ટક મજુરીકામ કરતા હતા. તેમની પાસેથી મહત્તમ રૂ. 1500 થી વધુ રકમ મળી ન્હતી. આ બાંગ્લાદેશીઓ 2 થી લઇને 12 વર્ષથી વડોદરામાં વસવાટ કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે.
ધરપકડથી બચવા માટે સતત શહેર બદલી રહ્યા છે
સુત્રોએ જણાવ્યું કે, વહીવટી તંત્રએ બિનઅધિકૃત બાંગ્લાદેશી અને પાકિસ્તાનીઓ વિરૂદ્ધ ઝૂંબેશ શરૂ કરતા તેઓ એલર્ટ બન્યા છે. અને પોલીસની ધરપકડથી બચવા માટે સતત શહેર બદલી રહ્યા છે. શ્રમિક તરીકે તેમની જરૂરિયાત હોવાથી તેમને કામ મળવું સહેલું છે. આ સાથે જ પોલીસે બિનઅધિકૃત રીતે રહેતા બાંગ્લાદેશીને મદદ કરનારા સ્થાનિક તત્વોની શોધખોળ પણ તેજ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : પાલિકામાં પસંદગી પામેલા 110 કર્મી હાજર જ ના થયા