iNDEXTbએ K and D Communication Limited સાથે મળીને ગત 2 જી મે 2026ના રોજ સુરત ખાતે યોજાયેલા બિઝનેસ એક્સ્પોઝિશનમાં ફક્ત 11 જ દિવસમાં સૌથી વધુ પ્રદર્શકો કુલ-350 જેટલા પ્રદર્શકો જોડાવાનો વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો હતો.
વાયબ્રન્ટ ગુજરાતમાં વર્લ્ડ રેકોર્ડની ગૂંજ
આ સિદ્ધિને માન્યતા આપતાં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. નોંધનિય છે કે, iNDEXTb ગુજરાત સરકારની સત્તાવાર રોકાણ પ્રોત્સાહન સંસ્થા તરીકે રોકાણકારો માટે સિંગલ પોઇન્ટ ઑફ કોન્ટેક્ટ તરીકે કાર્ય કરે છે.
સંસ્થા રોકાણ પ્રક્રિયાને સરળ બનાવવા માટે માર્ગદર્શન, જરૂરી સુવિધાઓ અને નીતિ આધાર પૂરો પાડીને રાજ્યના ઔદ્યોગિક તેમજ સામાજિક-આર્થિક વિકાસને વેગ આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ iNDEXTbની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્યના સર્વાંગી ઔદ્યોગિક વિકાસ માટે તેની કામગીરીને બિરદાવી હતી.
રોકાણ ક્ષેત્રે ગુજરાતનો નવો ઇતિહાસ
iNDEXTb એ ગુજરાત સરકારની એક એવી મહત્વપૂર્ણ અને સત્તાવાર સંસ્થા છે જે દેશ-વિદેશના રોકાણકારો માટે 'સિંગલ પોઇન્ટ ઑફ કોન્ટેક્ટ' (Single Point of Contact) તરીકે કામ કરે છે. રાજ્યમાં ઉદ્યોગ સ્થાપવા માંગતા ઉદ્યોગપતિઓ અને રોકાણકારો માટે રોકાણ પ્રક્રિયા સરળ બને તે માટે આ સંસ્થા યોગ્ય માર્ગદર્શન, જરૂરી તમામ વહીવટી સુવિધાઓ અને સચોટ નીતિગત આધાર પૂરો પાડે છે. રાજ્યના ઔદ્યોગિક તેમજ સામાજિક-આર્થિક વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં iNDEXTbનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે.
આ પણ વાંચો : Gandhinagar : દહેગામ-નરોડા હાઇવે પર આવેલ રાયપુર કેનાલ બ્રિજ પરની પેરાપીટનો મોટો હિસ્સો ધરાશાયી