VADODARA : રીલ લાઇક કરતા પરિણીતાની યુવક જોડે મિત્રતા થઇ, ચાકુની અણીએ દુષ્કર્મ
- ઇન્સ્ટાગ્રામમાં રીલ લાઇક કરવાથી બંને વચ્ચે વાતચીત શરૂ થઇ
- સાગરે પરિણીતાને બીજી વખત બોલાવીને સીધો જ હોટલમાં લઇ ગયો
- નાનુ ચાકુ બતાવીને નરાધમે બે વખત પરિણીતા પર દુષ્કર્મ આચર્યું
VADODARA : વડોદરા (VADODARA) માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (INSTAGRAM) પર પરિણીતા અને જિમ સંચાલક વચ્ચે ફ્રેન્ડશીપ થયા બાદ એક સપ્તાહમાં ચાકુની અણીએ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પરિણીતાએ આરોપી સામે હરણી પોલીસ મથક (HARNI POLICE STATION - VADODARA) માં ફરિયાદ નોંધાવી છે. જે બાદ ગણતરીના સમયમાં જ પોલીસે આરોપીને દબોચી લીધો છે.
સાગરે તેનો સંપર્ક કર્યો
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, સાગર અરૂણભાઇ મકવાણા (રહે. સાંનિધ્ય ટાઉનશીપ, ન્યુ વીઆઇપી રોડ, વડોદરા) પોતાના ઘર નીચે એમ ડી ફિટનેસ નામથી જિમ ચલાવે છે. એક સપ્તાહ પહેલા પરિણીતાએ ઇન્સ્ટાગ્રામ પર સાગર મકવાણાની રીલ લાઇ (REEL LIKE) કરતા સાગરે તેનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ સાગરે પરિણીતાનો મોબાઇલ નંબર માંગ્યો હતો, જે આપવાનો તેણીએ ઇનકાર કર્યો હતો.
હરણી તળાવ મળવા માટે બોલાવી
ત્યાર બાદ સાગરે પોતાનો નંબર પરિણીતાને આપ્યો હતો. બાદમાં બંને વચ્ચે વાતચીત શરૂ થઇ હતી. સાગરે પરિણીતાને પહેલી વખત મળવા બોલાવીને તેને શંકા ના જાય તેવો વ્યવહાર કર્યો હતો. ત્યાર બાદ બીજી વખતમાં તે પરિણીતાને હરણી તળાવ મળવા માટે બોલાવી હતી. ત્યાર બાદ ક્યાંક શાંતિથી બેસીને વાત કરીએ તેમ જણાવીને તે પરિણીતાના ગોલ્ડન ચોકડી પાસે આવેલી હોટલમાં લઇ ગયો હતો.
બંનેને એક - એક સંતાન છે
હોટલમાં લઇ જઇને સાગરે પરિણીતાને ચાકુ બતાવીને તેના પર બે વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ઘટનાને પગલે હેબતાઇ ગયેલી પરિણીતાએ હરણી પોલીસ મથકમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને દબોચી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, પીડિતા અને આરોપી બંને પરિણીત છે. બંનેને એક - એક સંતાન પણ છે. ફરિયાદ બાદ પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજીસ મેળવવાના પ્રયાસો તેજ કરી દીધા છે.
આ પણ વાંચો --- VADODARA : સાવલીના કુખ્યાત બુટલેગર મુન્ના ઘરમાંથી 17 નંબર પ્લેટ મળી