VADODARA : જાણીતી હોટલ લોર્ડસ ઇનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
- વડોદરામાં શાળા બાદ હવે હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
- કાલાઘોડા સ્થિત જુની અને જાણીતી હોટલમાં પોલીસે પહોંચીને ચેકીંગ હાથ ધર્યું
- હોટલ લોર્ડસ ઇનમાં પોલીસનું તપાસ જારી
VADODARA : વડોદરા (VADODARA) ના કાલાઘોડા પાસે આવેલી જુની અને જાણીતી હોટલ લોર્ડસ ઇન (HOTEL LORDS IN) ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી (BOMB THREAT) છે. જેને પગલે પોલીસ દોડતી થઇ છે. વિતેલા 48 કલાકમાં શાળા બાદ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની આ ત્રીજી ધમકી સામે આવી છે. એક પછી એક મહત્વની જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે પોલીસ તંત્ર દોડતું થયું છે. હાલ હોટલ લોર્ડસ ઇનમાં પોલીસની વિવિધ ટીમો તપાસ હાથ ધરી રહી છે. ધમકીને પગલે હોટલ બહાર મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
જવાનો તાત્કાલિક હોટલ લોર્ડસ ઇન પહોંચ્યા
વડોદરામાં એક પછી એક પ્રિમાઇસીસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. વિતેલા 48 કલાકમાં બે શાળા બાદ હવે કાલાઘોડા સર્કલ પાસે આવેલી જુની અને જાણીતી હોટલ લોર્ડસ ઇનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઇમેલ મળ્યો હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસને જાણ કરતા શહેર પોલીસ તથા વિવિધ બ્રાન્ચના જવાનો તાત્કાલિક હોટલ લોર્ડસ ઇન પહોંચ્યા છે. અને હોટલને ખાલી કરાવીને તેમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
બંને શાળામાંથી કંઇ વાંધાનજક મળી આવ્યું ન્હતું
તાજેતરમાં વડોદરાની સિગ્નસ વર્લ્ડ સ્કુલ અને ત્યાર બાદ ડી. આર. અમીન શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી મળ્યા બાદ બંને શાળા ખાલી કરાવીને પોલીસ દ્વારા તેમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, બંને શાળામાંથી કંઇ વાંધાનજક મળી આવ્યું ન્હતું. જેને પગલે પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો ---- VADODARA : વરસાદ બાદ હાઇવોલ્ટેજ ડ્રામા, ભાજપના કોર્પોરેટર અને સિટી એન્જિનિયર વચ્ચે ઉગ્ર દલીલ