Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કમાટીબાગમાં જોય ટ્રેનની અડફેટે 4 વર્ષની માસુમ બાળકીનું મોત

VADODARA : પરિવાર પરત ઘરે જવાની તૈયારીમાં હતો, તે દરમિયાન કમાટીબાગના ગેટ નંબર - 2 પાસે જોય ટ્રેનની અડફેટે 4 વર્ષિય દિકરી આવી ગઇ
vadodara   કમાટીબાગમાં જોય ટ્રેનની અડફેટે 4 વર્ષની માસુમ બાળકીનું મોત
Advertisement
  • કમાટીબાગમાં રજાના દિવસે અકસ્માતની ઘટના સામે આવી
  • જંબુસરના પરિવારો પોતાની વ્હાલસોયી દિકરી ગુમાવી
  • ઘટના બાદ જોય ટ્રેનનો ચાલક ફરાર

VADODARA : મૂળ જંબુસરનો પઠાણ પરિવાર વેકેશમાં બાળકોને ફરવા માટે આજે વડોદરા (VADODARA) કમાટીબાગમાં લઇને આવ્યો હતો. દરમિયાન સાંજના સમયે પઠાણ પરિવારની 4 વર્ષની બાળકી જોય ટ્રેન નીચે આવી જતા તેનું મોત નિપજ્યું છે. આ ઘટનામાં મજા માટે આવેલા પરિવારમાં માતમ છવાયો છે. આ ઘટના બાદ જોય ટ્રેનનો ચાલક ફરાર થયો છે. અને પોલીસે સ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

ટ્રેનની અડફેટે તે લોહીલુહાણ થઇ

જંબુસરના સોગાદ વાડીમાં રહેતો પરવેઠ પઠાણ ઉનાળાના વેકેશનમાં પરિવાર સાથે કમાટીબાગ ફરવા આવ્યા હતા. આજે સવારથી તેઓ કમાટીબાગના વિવિધ પ્રકલ્પોમાં ફર્યા હતા. અને તેનો આનંદ માણ્યો હતો. આજે સાંજના સમયે પઠાણ પરિવાર પરત ફરવાની તૈયારી કરી રહ્યો હતો. દરમિયાન કમાટીબાગના ગેટ નંબર - 2 પાસે જોય ટ્રેનની અડફેટે તેમની 4 વર્ષિય દિકરી ખાતિજા આવી ગઇ હતી. ટ્રેનની અડફેટે તે લોહીલુહાણ થઇ હતી. અને બેભાન થઇ ગઇ હતી. બાદમાં તુરંત તેને એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર તબિબોએ તેને મૃત જાહેર કરી હતી.

Advertisement

અસોક્કસ મુદત સુધી જોય ટ્રેનની રાઇડ બંધ કરવી પડશે

ઘટના બાદ જોય ટ્રેનનો ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. ઘટનાને પગલે સ્થાનિકો અને ત્યાર બાદ પોલીસ દોડી આવી હતી. વેકેશનનો સમય હોવાથી લોકો દુર દુરથી કમાટીબાગમાં આવે છે. ત્યારે આ ઘટનાને પગલે અસોક્કસ મુદત સુધી જોય ટ્રેનની રાઇડ બંધ કરવી પડશે તેવું ચર્ચાઇ રહ્યું છે.

આ પણ વાંચો --- KUTCH : કચ્છના કલેક્ટરે લોકોને 'નાગરિક ધર્મ' નિભાવવા અપીલ કરી

Tags :
Advertisement

.

×