Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara: કમાટીબાગમાં સુરક્ષાના લીરેલીરા ઉડ્યા, લાઈક્સ માટે દીપડાની પજવણીનો Video Viral

વડોદરાના પ્રખ્યાત કમાટીબાગમાં સોશિયલ મીડિયાના ક્રેઝે સુરક્ષાના તમામ નિયમોને નેવે મૂક્યા છે. કેટલાક યુવકોએ રીલ્સ બનાવવાના મોહમાં દીપડાના પાંજરાની અંદર સુધી જઈ જે હરકત કરી છે, તે જોઈને તમે પણ સ્તબ્ધ થઈ જશો.
vadodara  કમાટીબાગમાં સુરક્ષાના લીરેલીરા ઉડ્યા  લાઈક્સ માટે દીપડાની પજવણીનો video viral
Advertisement
  • Vadodara: કમાટીબાગમાં દીપડાની પજવણી, વીડિયો વાયરલ!
  • સોશિયલ મીડિયા પર લાઈક્સ મેળવવા સુરક્ષાના નિયમોના સરેઆમ ઉડ્યા ધજાગરા
  • જીવ જોખમમાં મૂકી યુવકો દીપડાના પાંજરાની છેક નજીક જઈ ઉતાર્યો વીડિયો
  • પ્રાણી સંગ્રહાલયના પ્રતિબંધિત વિસ્તારમાં યુવકોના જોખમી સ્ટંટથી મચ્યો હોબાળો
  • કમાટીબાગ ઝૂની સુરક્ષા વ્યવસ્થા અને સિક્યુરિટી ગાર્ડની કામગીરી સામે ગંભીર સવાલો
  • વીડિયો વાયરલ થતા VMC તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવશે કે કેમ તેની ચર્ચા શરૂ

Vadodara: સંસ્કારી નગરી વડોદરાના મધ્યમાં આવેલા ઐતિહાસિક કમાટીબાગ (Kamatibaug) (સયાજીગંજ પ્રાણી સંગ્રહાલય) માંથી એક આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજના સમયમાં સોશિયલ મીડિયા (Social Media) પર ફેમસ થવા અને લાઈક્સ મેળવવાના ઘેલછામાં યુવકો કોઈપણ હદ વટાવી રહ્યા છે. તાજેતરમાં વાયરલ થયેલા એક વીડિયોમાં (Viral Video) કેટલાક યુવકો દીપડાના (Leopard) પાંજરાની અત્યંત નજીક જઈને તેની પજવણી કરતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Advertisement

Vadodara: સુરક્ષા સાથે ચેડાં

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આ યુવકોએ નિયમોનો સરેઆમ ભંગ કર્યો છે. તેઓ પ્રાણી સંગ્રહાલયના પ્રતિબંધિત વિસ્તારમાં છેક પાંજરા સુધી પહોંચી ગયા હતા. માત્ર વીડિયો ઉતારવા ખાતર તેઓએ પોતાની સુરક્ષાને તો જોખમમાં મૂકી જ હતી, પરંતુ સાથે-સાથે પાંજરામાં રહેલા દીપડાને પણ ઉશ્કેરવાનો અને પજવવાનો પ્રયાસ કર્યો હતો. આ કૃત્ય વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ પણ ગુનો બને છે.

Advertisement

સિક્યુરિટી પર ઉઠતા સવાલો

આ ઘટના બાદ કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયની સુરક્ષા વ્યવસ્થા (Zoo Security) સામે અનેક સવાલો ઉભા થયા છે. સવાલ એ છે કે જ્યારે આ યુવકો જોખમી રીતે પાંજરા પાસે પહોંચ્યા ત્યારે સિક્યુરિટી ગાર્ડ ક્યાં હતા? શું પ્રાણી સંગ્રહાલયમાં તૈનાત સુરક્ષાકર્મીઓ માત્ર કાગળ પર જ છે? આ પ્રકારની બેદરકારી કોઈ મોટી દુર્ઘટનાને નિમંત્રણ આપી શકે છે. અગાઉ પણ આવા કિસ્સાઓમાં પ્રાણીઓ હિંસક બન્યા હોય તેવી ઘટનાઓ બની ચૂકી છે.

તંત્ર સામે આક્રોશ

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (Vadodara Municipal Corporation - VMC) ના તંત્ર પર માછલાં ધોવાઈ રહ્યા છે. શું આ યુવકોની ઓળખ કરી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે પછી કોર્પોરેશન હંમેશની જેમ આંખ આડા કાન કરશે? પર્યાવરણ પ્રેમીઓ અને નાગરિકો માંગ કરી રહ્યા છે કે મૂંગા પ્રાણીઓની રક્ષા માટે અને નિયમોનો ભંગ કરનારા તત્વો સામે દાખલારૂપ પગલાં લેવામાં આવે.

આ પણ વાંચો: Virat Kohli On Stump Mic : 'હવે ભારત માટે રમવું નથી !', ઇન્ટરનેટ ગરમાયું

Tags :
Advertisement

.

×